Friday, December 18, 2009

યાદો ની જાણે ધસમસતી બાઢ આવી


દૂર હતી નજરો થી મંઝિલ
સપનું દીઠું જાણે લગીર આવી.

હાથમાં તો નોતી પણ સાથમાં તમારી
ભાગ્ય ની જાણે લકીર આવી.

બૂંદ મળી એક ઓસ ની રણ ને
સહરા માં જાણે કૂપળ આવી.

આંખ થી સર્યું એક ટીપું ખુશીનુ
મધ્યાને જાણે ઝાકળ આવી

જાગીને આખીરાત કરવીતી એક વાત
નિંદર પણ જાણે બહુ ગાઢ આવી.

શાંત કિનારા ને ખુલ્લા મનપટ પર
યાદો ની જાણે ધસમસતી બાઢ આવી.


-$hY@m-શૂન્યમનસ્ક
તા ૧૮/૧૨/૦૯

Friday, November 20, 2009

મુલાકાત આપ ની ફૂલ-ગુલાબી.

ચુપકીદી થોડી ને થોડી નુમાઇશ આંખોની,
મુલાકાત આપ ની ફૂલ-ગુલાબી.

ધીર ગંભીર ના તો મોજ-મઝાક ની,
વાતો આજ ની ફૂલ-ગુલાબી.

મંદ ના બાગબાગ, મસ્તી ખીલેલી કળીઓની,
મહેંક ચમન ની ફૂલ-ગુલાબી.

ધુજારતી ના ડીલે., સાંજ ની કે સવાર ની,
ઠંડક મોસમ ની ફૂલ-ગુલાબી.

ના ભારે મન પર ના દિલો દિમાગ ની,
હળવાશ હૈયા ની ફૂલ-ગુલાબી.

ના રંજ કે ખુશીની ના વિરહ કે પ્રેમની,
ગઝલ "શ્યામ" ની ફૂલ-ગુલાબી.

-શ્યામ શૂન્યમનસ્ક
તા-૨૦/૧૧/૦૯

Wednesday, October 14, 2009

આજે દિવાળી ની "રજા" છે.

ઝગમગ રંગીન બત્તીઓ
અને દિવડાં ઓ ની રોશની ની
વચ માં માવા મિષ્ટાન સાથે
ઉજવવા ની કોઇ ને દિવાળી ની "મઝા" છે

એક અંધારી ઓરડી માં નાનલું
સુકો રોટલો લઇ ને કહે "મા"
આજે જોડે કાંઇ કેમ નથી
"મા" એ કીધું બેટા
પેટીયું ના મલ્યુ
આજે દિવાળી ની "રજા" છે

-$hY@m-શૂન્યમનસ્ક
તા ૧૪/૧૦/૦૯

Thursday, October 1, 2009

કરમ નાં વધેલાં ઇ નોખા

અજબ ગજબ ની દુનિયા રંગ-ઢંગ ઇ નાં અનોખાં
દેખાડાનાં નોખાં ને દાંત ચાવી જાવા નાં નોખાં.

ચહેરા જુઓ તો જરા, દંભી દિસતાં ચોખે-ચોખાં
દા’ડે પેરવાનાં ધોળાં ને રાતનાં કાળાં નોખાં.

એજ નયણ નાં એજ આંસું નાં જો ને લેખાં-જોખાં
રોજ નિસરતાં દુખ નાં, કદિક નિસરે સુખ નાં નોખાં.

પ્રસંગ એક મરણ નો કોઇ કણસે રાતભર કોઇ ને આવે ઝોકાં
પહાડ દુ:ખ નાં કોઇ પર કોઇ ઉજવે અવસર છુટ નાં નોખાં.

વીતી જ્યંગી નામ કર્યા, કોઇ એ કર્યાં ભેળાં ખણખણીયાં ખોખાં
કામ નો લાગ્યા કાંઇ કર્યા "શ્યામ", કરમ નાં વધેલાં ઇ નોખાં.
(જ્યંગી=જીદંગી)

$hY@m-શૂન્યમનસ્ક
તા - ૦૧/૧૦/૦૯

Monday, September 7, 2009

વાવ્યો ફુલછોડ મિત્રતા રુપે


આજે પરમ મિત્ર મોટાભાઇ અરવિંદ પટેલ (ધી ડોન) નાં જન્મદિવસ પ્રસંગે
એક નાની કાવ્ય રચના ખાસ એમને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવા માટે


રુદિયાની ધરતી
નેહ નાં નીર
વાવ્યો ફુલછોડ મિત્રતા રુપે !

ખીલી ઉઠ્યાં
રંગારંગ ફુલો
મન માં મહેંક પવિત્રતા રુપે !

શત શાખા
કુપણ ભરેલી
વિસ્તરેલો વટ આત્મિયતા રુપે !

કિલ્લોલ ગજાવતું
સહુ ને ભીંજાવતું
વહેતું વહાલ સરિતા રુપે !

દિલ નાં ઉંડાણ થી
શબ્દો નાં પ્રાણ થી
અર્પણ એક ભેટ કવિતા રુપે !

$hY@m-શૂન્યમનસ્ક
તા-૦૬/૦૯/૦૯

Thursday, September 3, 2009

મને તો વ્હેમ પડે છે.

મુકતક

પારખાં પ્રારબ્ધ લે છે કે તું "પ્રભુ"
નમાવી શીશ ને બે હાથ જોડું

જવાબદાર જો તું જ નિકળ્યો
તો હું તને પણ નહીં છોડું

***

પડનારા તારા પ્રેમ માં પ્રભુ, કહીને "પ્રેમ-પ્રેમ" પડે છે
કરમફળનાં નેહ મળતા હશે કે? મને તો વ્હેમ પડે છે.

ઉંચે થી પડનારા અહીં હેમ-ખેમ પડે છે
નસીબ હશે કે બીજું કાંઇ? મને તો વ્હેમ પડે છે.

સાચવી ને ચાલનારા જગત માં એમ-નેમ પડે છે
નકલી હશે કે ભાંગેલા? મને તો વ્હેમ પડે છે.

ધાગા-દોરા કરીને’ય પગ કુંડાળા માં એમ-કેમ પડે છે?
ખોદ્યો હશે કોણે ખાડો? મને તો વ્હેમ પડે છે.

પડતાં તો પડે છે બુડવા, ભગતી માં જેમ-તેમ પડે છે
તરે’ય છે ને મરે’ય છે "શ્યામ" મને તો વ્હેમ પડે છે.

$hY@m-શૂન્યમનસ્ક
તા-૦૩/૦૯/૦૯

Monday, August 31, 2009

ઘડીક સમય નથી

એક પળ નો સબંધ, એવો પોતીકા જણો નો
હૈયાની કરવા વાત, ઘડીક સમય નથી.

ગોઠવાયો તખ્ત, એવો જીદંગીના નાટક નો
પાડવા પરદો એકવાર, ઘડીક સમય નથી

સાકી રંગ સંગતનો, જામ્યો એવો સરેઆમ નો
પીવા નજર નો જામ, ઘડીક સમય નથી

નભતા પ્રણય પળવાર, દંભ એવો મિજાજ નો
કરવા એક મુલાકાત, ઘડીક સમય નથી

ક્ષણભંગૂર જીદંગી, વીતે વખત એવો ઘટમાળ નો
જીવવા જીવતર ક્ષણવાર, ઘડીક સમય નથી

વહેતો રહે વણઅટકે, સમય એવો પળોજણ નો
જોવા ટકટકની સામે "શ્યામ" ઘડીક સમય નથી

$hyam-શૂન્યમનસ્ક
તા ૨૬/૦૭/૦૯

Saturday, August 29, 2009

ઘા તો રે’વા દે, ખાલી ઘહરકો થ્યો ઇને પુછી આય.!

મારા પરમમિત્ર બાપુ અજીતસિંહજી રાજકોટ વાળા
જ્યારે પણ એમની સાથે વાત થાય એમનું રમુજીપણુ
મને હસાવી જાય એમની હમેશાંની પ્રેરણા :- હાસ્ય પર હાથ અજમાવો ને??


પરેમ પરેમ પરેમ!!! અલ્યા દિલ ચીરવાની વાતું કરે?
ઘા તો રે’વા દે, ખાલી ઘહરકો થ્યો ઇને પુછી આય.!!

કાણીયું વાઇસલ મલે નહીં, અલ્યા ફાઇવ સ્ટારનો હવાદ કરે?
ચા નાં ચેટલા બાકી કર્યા કીટલીએ જઇને પુછી આય.!!

દાબલાં પેરી ફટફટિયે બેહે અલ્યા પેટ્રોલનાં ઉછીના કરે?
હપતે થી હોન્ડા લાયો, ખેંચાઇ ગ્યું ઇને પુછી આય,!!

કોન મોં કડીઓ ને લોંબા ચોટલા, અલ્યા બાયું નાં વેહ કરે?
ના જોઇતા ચારા કર્યા મોં, ખિચડી પડી ઇને પુછી આય.!!

વોંકા થયીને હેંડે, અલ્યા શાહરુખ-સુલેમાન નો વ્હેમ કરે?
તારો બનુ કે સિ-તારો? તોડી પાડ્યા ને તુટી પડ્યાં ઇને પુછી આય.!!

ભલ-ભલા ભાંગી પડ્યા, અલ્યા તોય હોમા પોણીએ જોર કરે?
મણ નાં છશ્શેર થયી ગ્યાં, પડ્યા પનારા ઇને પુછી આય.!!

આડું-અવળું ચિતરે "શ્યામ",અલ્યા ગાંડા નાં ગામ ની વાતું કરે?
ઇમ-ને-મ કોઇ ઘેલા નો કેય, વોંચે સે ઇને પુછી આય.!!

$hY@m-શૂન્યમનસ્ક
તા ૨૧/૦૭/૦૯

रिश्ता प्यारी दोस्ती का हमने देखा है.!

प्यारे दोस्तों हिन्दी में कुछ लिखने की पहली कोशिश कि
और श्री श्रध्धा जैन वो खुद एक बेहतरीन गजलकारा है
उनकी आर्कुट कोम्युनिटी मे मेने पेश किया सभी ने सराहा
खुद श्रध्धाजी ने मेरा उत्साह बढाया उनका आभारी हुं



कर लो बातें कितनी भी, कभी खत्म ना होंगी, झांख के खयालों में देखा है,
चलता रहेगा सिलसिला आपसे, रिश्ता प्यारी दोस्ती का हमने देखा है!

होती है गुफतगु बिना लब्झ खुले, कहीं कल्म, किताबों में देखा है,
निगाहें करती है बातें, आपसे मिलके, खुद-ब-खुद नजारा हमने देखा है!

लिखें होंगे शायरों ने सुबहा के माजरे, कइ शेरों-गझलों में देखा है,
साथ है गर आपका, शाम ढले, उजाला सुहाना हमने देखा है!

कहेतें है कभी कुछ नहीं कह्ते "श्याम", कोरे कागज के टुकडों में देखा है,
शिकवा भी क्या करें, दोस्ती में आपकी, खुद खुदा को हमने देखा है!

श्याम-शून्यमनस्क
१४/०७/०९

ચાલને ભીંજાઇયે.....!

સમી-સાંજ ની નિરાંત માં, વરસતી વાદળી
હૈયાની હળવાશ માં, ચાલને ભીંજાઇયે......!

ચાંદલાને છાવરીને અજવાળી રાતમાં, મલકાતી વાદળી
ગમતાં નાં વહાલ માં, ચાલને ભીંજાઇયે.....!

લીલ-વર્ણ પર્ણો થકી ડાળી-ઝાડી માં, ટપકતી વાદળી
લીલુડી લીલાશ માં, ચાલને ભીંજાઇયે......!

તર-બ-તર મહેંકતી ભીની ગઝલ માં, નીતરતી વાદળી
મૌસમી ભીનાશ માં, ચાલને ભીંજાઇયે......!

સૂરજ, સંતાકૂકડી માં, મહાલતા "સમીર" સંગ, સરકતી વાદળી
સોનેરી પીળાશ માં, ચાલને ભીંજાઇયે......!

શ્યામ-શૂન્યમનસ્ક
તા-૦૭/૦૭/૦૯

વરસી જાંઉ "વરસાદ" બનીને

ઝરમર બુંદો ની ઝાર બનીને કે ધાર-ધોધમાર બનીને,
તું જો ખોબો બની ને ઝીલે તો વરસી જાંઉ "વરસાદ" બનીને.

રંગોની રંગોળી બનીને કે રંગ-ફુલો ની ચાદર બનીને,
તું જો અરમાન બનીને નિહાળે તો છવાઇ જાઉં સપ્તરંગી "મેઘધનુષ" બનીને.

ગુંજતું ગુંજારવ બનીને કે કલરવ નું કિલ-કિલાટ બનીને,
તું જો મધુવન બનીને સાદ દે તો ટહુંકી જાંઉ "મસ્તમયુર" બનીને.

શબ્દોની ભરમાર બનીને કે સુર-સરગમની સરવણી બનીને,
તું જો સંગીત બનીને સાંભળે તો છેડી જાંઉ રાગ "મલ્હાર" બનીને.

મંદમંદ મીઠી લહેર બનીને કે મોજીલું મસ્ત તોફાન બનીને,
તું જો સુંગધ બનીને સાથ દે તો મહેકાવી જાંઉ ઉપવન "સમીર" બનીને.


શ્યામ-શૂન્યમનસ્ક
તા ૧૪/૦૬/૦૯

ખબર નથી.

ધોમ ધખતા તાપે
સાંજ સુધી જોઇ વાટ
છાંયડી નો અહેસાસ લઈને
આવવા નું કોણ ખબર નથી.

દૂર નજરો થી દીવાદાંડી
ઝંઝાવાતી તોફાને
હાલક ડોલક નાવ
મધદરિયે કે કિનારે ખબર નથી.

બે ઘડી હળવાશે
સમય ની મોકળાશે
મન ભરી ને વાતો કરી
શી વાતો થયી ખબર નથી.

જાણીતો મનોભાવ
ચહેરો અજાણ
વિસ્મય ભરી ખુદ ની પિછાણ
"પાગલ" કે "શૂન્યમનસ્ક" ખબર નથી.

શ્યામ-શૂન્યમનસ્ક
તા-૧૩/૦૫/૦૯

દરદ નાં દરદર ની વાત કેમ કરું?

દોસ્તો કાર અકસ્માત પછી લાંબા સમય થી ચાલતી સારવાર
દરમ્યાન ૧૬મી માર્ચે મારા પગ ઉપર ઓર્થોપેડીક સર્જરી થયી
ત્યાર પછી પીડા નાં અનુભવ નો એક ચિતાર રુપે આ રચના રજુ કરું છું


ઘણી વાતો ની ઘાણી, પેરવી શરુઆત ની કેમ કરું?
ફર્યા કરે છે ચકરાવ પેઠે
મળ્યા હતા જ્યાં ના ત્યાં જ,બાકી સફર સર કર્યા ની વાત કેમ કરું.

દુષ્કર છે પિછાણ કરવી,અસર ની સ્જૂઆત કેમ કરું
દવાઓ છે કે દુઆઓ આપની
અણદીઠેલાં પોતીકાં જણો, બાકી મળેલાં સ્વજનોની વાત કેમ કરું

જીવ સટોસટ બાજી ખૂદ જાતની સામે જ, હાર ની કબૂલાત કેમ કરું
જીવાદોરી એમની પાસે હતી
સજેલાં હતાં સફેદી માં બાકી દાકતર હતાં તે દેવદૂતો ની વાત કેમ કરું

બેદર્દો પણ હતાં સામે,દર્દ થી સવાલાત કેમ કરું?
કેમ છો પુછો તો સારું છે
કટિ તણા ખૂંપી ને બાકી દરદ નાં દરદર ની વાત કેમ કરું?

હતી ક્યારેક દોસ્તી પણ હવે નસીબ સામે વેર ની વસુલાત કેમ કરું?
સાથે હતા દિવા ને દિવાકર પણ
અમાવસ હતી "શૂન્યમનસ્ક" બાકી વિતેલી એ રાત ની વાત કેમ કરું?

શ્યામ-શૂન્યમનસ્ક
તા-૨૧/૦૩/૦૯

Thursday, August 27, 2009

દુનિયા ને પાગલ કહું છું.

હથેળીને માની આઇનો ખુદને જોઇ, ખુદ ને જ પાગલ કહું છું,
જાતે જ જાતની ઉડાવી ઠેકડી જાત પર જ હસું છું.

દરીયો ભરી પળવાર માં આંસુ નો, આંખને ન રડવા કહું છું,
વગર વિચારે જાત ને જોઇ જાતે જ જાત પર રડું છું.

બોલતા ને ચુપ રેહવા, ચુપ ને બોલવા કહું છુ,
ચુપ નહી ને બોલવુંયે નહી, જાતનો મિજાજ રાખવા મથું છું.

વાત કહી ને ખુદનાં જ કાન માં મોટે થી ન બોલવા કહું છુ,
જાતે જ બોલું, જાતે જ સાંભળું, જાતે જ શોર મચાવું છું.

શાણા એટલા પાગલ દુનિયા માં બાકી પાગલ ને શાણા કહું છુ,
જાતે જ પાગલ હોવાની નિશાની "શૂન્યમનસ્ક" દુનિયા ને પાગલ કહું છું.

શ્યામ-શૂન્યમનસ્ક
તા ૧૫/૦૩/૦૯

લાશ બની જીવતર માં રોજ બળે તે જાણે.

ત્રિવીધ ફિક્કા દિસે તાપ અંગારનાં જે માણે,
ચડી એરણ પર ઘણ નાં ઘાવ ઝીલે તે જાણે.

ઉલાળ ને ધરાર ચાકડાવગર નાં હાંકેડુ કેમ કરી માણે,
નંદી ની જોડ નહી ને ધરી વિનાનું, હંકારે ગાડું તે જાણે.

રેત નાં ચક્રવાતમાં,અફાટ રણ વિતતી ઋતુઓ કેમ માણે,
વેરવિખેર આયખું મૃગજળ ની આશ માં વિતાવે તે જાણે.

કંટક નું દરદ કોડીનું પગ નાં તળીયાઓ જ માણે,
વેધકતા વેદનાની હૈયા તણી શૂળીએ ચડે તે જાણે.

કશ કડવાશ નો કટોરી હોઠે લગાડે તે માણે,
ભરી કટોરા હળાહળ પીધાં હોય તે જાણે.

ચડી ચિતા એ એકવારનુ મૃત્યુ મરનારા શું માણે,
લાશ બની જીવતર માં "શૂન્યમનસ્ક" રોજ બળે તે જાણે.

શ્યામ-શૂન્યમનસ્ક
તા ૧૨/૦૩/૦૯

"શ્વાસ" લેવાનુ પણ ભુલતા નથી

સાંભળતું કોઇ નથી સામે "શબ્દો"
ત્યારે ખુટતા નથી,
જુઓ તો જરા આ તે કેવી "કરામત"
કહેવું હોય ત્યારે ફુટતા નથી.


માનવા માટે મજબુર પણ કરે "નસીબ"
લખાયેલા સંગાથ કદી છુટતાં નથી,
ભુલા પણ પડી જવાય કદીક દીઠેલા "મારગ"
નજરો ની સામે સુઝતા નથી.


ઝુકે છે લીલી ડાળીઓ, સુકાં "વાંસ"
ક્યારેય ઝુકતા નથી,
પાનખર ઝડાવે "પર્ણો"
પણ તુટી પડેલાં ક્યારેય તુટતા નથી.


જગાડો કાં પોઢી ગયાં, હમેંશ ની "નિંદર"
માં થી તેઓ ઉઠતા નથી,
માનતા નથી લાખ કરી લો "કોશિષ"
માનનારા કદી રુઠતા નથી.


અટકી પડેલાં રુદિયા એકેય "થડકાર"
સરીખો કદી ચુકતા નથી,
જીવતા પણ નથી "શૂન્યમનસ્ક"
અને "શ્વાસ" લેવાનુ પણ ભુલતા નથી


શ્યામ-શૂન્યમનસ્ક
તા - ૨૬/૦૨/૦૯

મન નું માનીતું કોઇ મળી આવે.

જુના કબાટ માં,બારસાખ ની કોતરણી માં
જુની પુરાણી જાયદાદ કોઇ મળી આવે,
ઉથલાવું છું ચોપાનિયાં જુની કીતાબનાં હળવેક થી
મીઠી મધુરી યાદ કોઇ મળી આવે.

ધ્રુજાવતી શીત લહેર માં,દિન નાં પ્રથમ પહર માં
હુંફાળો સાથ કોઇ મળી આવે,
ધુજાવી ગયી ઝંખના ફરી એક્વાર
રુપાળો હાથ કોઇ મળી આવે.

લીલી વનરાજી માં કે કાંટા ની કોઇ ઝાડી માં
પાંગરેલી પ્રીત કોઇ મળી આવે,
અઘરા દાખલા ગણવા જીવનનાં
સૌથી સરળ રીત કોઇ મળી આવે.

સુના શહેર ની ગલીઓ માં,નિર્જન હવેલીઓ માં
મનનું મીત કોઇ મળી આવે,
ખુંદતો રહું છું મહેફિલો
સુરીલું ગીત કોઇ મળી આવે.

કદી ના દીઠેલા મેળા માં, અજાણ લોકો નાં ટોળાં માં
નજીકનું ઓળખીતું કોઇ મળી આવે,
ભુલો પડ્યો "શૂન્યમનસ્ક" માનવ મહેરામણમાં
મન નું માનીતું કોઇ મળી આવે.

$hY@m-શૂન્યમનસ્ક
તા-૨૯/૦૧/૦૯

હરફ સુધ્ધાં ના આવે.

બને એવુ કે જેની રાહ જોઇ
તરસી જાય આંખો, અને એ ના આવે.

આમ તો આવે રોજ થરથરાવે પણ,
પતંગ કેરા પર્વ માં જ વાયરો ના આવે

આવવાનો કાગળ એવી ભાળ મળે,
અને એ જ દિવસે ટપાલી ના આવે.

કળીઓ સપનાં સેવે યૌવન નાં,
મહેંકી ઉઠે ફૂલ ત્યારે જ ભમરો ના આવે.

કાનો માં અથડાય પડઘા રોજ બરોજ,
ધરો કાન ત્યારે જ સામે થી હુંકાર ના આવે.

વિચાર વાતો ના હજાર હજાર આવે,
સન્મુખ હોય માનીતું ત્યારે જ એક હરફ સુધ્ધાં ના આવે.

$hY@m-શૂન્યમનસ્ક
તા - ૧૮/૧/૦૯

પાગલપણ માં મસ્ત રહેવાની મજા શોધું છું

અતીત ની ડાયરી માં,બંધ આંખોએ કહેલી શાયરી માં
સંગીત ની એ સરગમ શોધું છું
બે સુરો સંભળાય છે મલ્હાર
સુર સંગમ ની મહેફિલ શોધું છું

પુછો નહી કહાની ચાહત ની
નિઃશબ્દ એવી શબ્દાવલી શોધું છું
નજીક નથી જતો કોઇના દિલ ની
દર્દ-એ-દિલ ની દવા શોધું છું

અરમાનો દફનાવી દિધાં સ્મરણ માં
ક્યાંક મારા હોવાની નિશાની શોધું છુ
આશા ઓ ની આ તે કેવી વિટંબણા
મારા હોવા છતાં મારી જ ચિતા ની રખ્યા શોધું છુ

કેદ થયેલી ઇચ્છાઓ નાં કારાગાર માં
છુટવાની રજા શોધુ છુ
શાણપણની સજા કરીને પુરી
પાગલપણ માં મસ્ત રહેવાની મજા શોધું છું

$hY@m-શૂન્યમનસ્ક
તા ૧૧/૧/૦૯

"ગઝલ" પીવાની આદત જો થયી ગયી છે મને

ફોરમ ન મળી એ ફરી બગીચા કે બાગો માં
વણ ખિલેલી એ કળી ની ખુશ્બુ યાદ છે મને,
છીનવો નહી યાદો ની એ સુવાસ દોસ્તો,
"મહેક" પીવાની આદત જો થયી ગયી છે મને.

રસ્તો જ મંઝીલ અને મુકામ છે મારું
કંટક ની ચુભન હવે નથી સતાવતી મને,
રહેવા દો મને વેદના ના વમળ માં જ દોસ્તો,
"દર્દ" પીવાની આદત જો થયી ગયી છે મને.

ભીનાશ વર્તાય છે આંખો નાં ખુણાઓ માં
છલકે છે દરીયો પણ તરસ નથી પાણી ની મને,
ના લુછો મારી આંખો ને દોસ્તો,
"આંસુ" પીવાની આદત જો થયી ગયી છે મને.

કબુલી લીધું જા નથી ભુલ્યો તને,
દુનિયા છોડી ને ભુલાવ્યો છે તેં જ મને,
"પાગલ" ના કહો મને.દોસ્તો,
"ઝહેર" જુદાઇ નુ પીવાની આદત જો થયી ગયી છે મને

ભાન ભુલી ને ખોવાયો તારા માં
હવે તો દુનિયા પણ કહે છે નશાખોર મને,
શ્વાસો માં ભરી લેવા દો શબ્દો ની સરગમ દોસ્તો,
"ગઝલ" પીવાની આદત જો થયી ગયી છે મને.

$hY@m-શૂન્યમનસ્ક
તા ૭/૦૧/૦૯

હથેળી મા "જાન" લઇ ને ફરુ છુ

હશે મારી વ્યથા ની ખબર કોઇકને
ક્યાં કોઇ ને કહેતો ફરું છુ?
લ્યો પડી ગયી સાંજ "આજ" ની
કાલ ની ક્યાં ફિકર કરું છું?


ભુલ્યો તારા નશા માં મુજ ને
તારા પર ક્યાં તહોમત ધરું છુ?
નથી તારા બારણે શાકી,
શાન-ભાન સાથે લઇ ને ફરું છુ.


આશ કોને જીદંગી ની હવે ?
ન-જીવવા નાં બહાના કરું છુ.
મરી લીધું ક્યારનું અમે તો,
કફન સાથે લઇ ને ફરું છુ.


વીતી ચુક્યો દાયરો કાળચક્રનો
દાયરા કેટલા છે બાકી? ક્યારનો તો ઇંતેજાર કરું છું.
ફિકર ક્યાં છે "શૂન્યમનસ્ક"
હથેળી મા "જાન" લઇ ને ફરુ છુ.


$hY@m-શૂન્યમનસ્ક
તા ૩/૧૨/૦૮

આજ થી મારા વગર ઘર માં સૂનકાર જેવું ભાસે છે

કાલે તો પાછા ફર્યા ફતેહ પછી
એક રાત જ વીતી ને
રણશિંગા ના રણકાર જેવું ભાસે છે

ચગચગતી તલવારો નીકળી પડી
મ્યાન માં થી જાણે
કોણ જાણે કેમ યુધ્ધ નાં ભણકાર જેવું ભાસે છે

કેટકેટલી લાશો નાં ઢગલા
નથી સુકાયા હજી રક્ત ના વહેણ
ફરી ફરીને વિનાશ ના હાહાકાર જેવું ભાસે છે

રાજકાજ ની નહી,અહીં પેટીયા ની ચિંતા
કેટલી સળગી નિર્દોષ ની ચિતા
ફરી થી આપત્તિ ના આવકાર જેવું ભાસે છે

હોમાયા ઘણાં કાળ નાં ખપ્પર માં
બની જાશું ક્યારેક અમે શહીદ
પણ આજ થી મારા વગર ઘર માં સૂનકાર જેવું ભાસે છે

$hY@m-શૂન્યમનસ્ક
તા ૨/૧૨/૦૮

Wednesday, July 29, 2009

તમે ક્યાં?

ધુંધળો ઓછાયો બની
પડછાયો ભાસે રોજ,
પણ તમે ક્યાં?

વાટ જોઇ ઘણી
એ જ તળાવ કાંઠે
સર્દ સાંજ ને ચાંદો,
પણ તમે ક્યાં?

કોતરે છે યાદો હૈયાને
યાદો તો આ આવી,
પણ તમે ક્યાં?

રિસાયો છું "શૂન્યમન્સક" બની
આ દુનિયા થી
હવે મનાવવા પણ તમે ક્યાં?

$hY@m-શૂન્યમનસ્ક
તા-૨૪/૧૧/૦૮

"કારનામું" અમારું કોઇ ને પુછી તો જુઓ

નયન નાં પાપણ બંધ કરી તો જુઓ
ઉર માં એક નજર કરી તો જુઓ
મુકામ જ ત્યાં છે અમારો તો
"સરનામું" અમારું કોઇ ને પુછી તો જુઓ

રંગો હમેંશા શ્વેત-શ્યામ ઘુંટાયા જીવનમાં
રહે કેમ શ્વેતરંગ, શ્યામ શ્વેત માં ભળીને?
ઓઢાડવા લખ્યું છે શ્યામ-રંગી કફન
"વસિયતનામું" અમારું કોઇ ને પુછી તો જુઓ

ખુશી નો એહસાસ નથી હવે તો
કે ના રહી દર્દ ની વ્યથા પણ
અસ્તિત્વ બનાવી લીધું અમે તો "શૂન્યમનસ્ક"
"કારનામું" અમારું કોઇ ને પુછી તો જુઓ

$hY@m-શૂન્યમનસ્ક
તા ૧૪/૧૧/૦૮

અથાગ રહેનારા મનોબળ ને આજે "કળતર" જેવું લાગે છે

ખરી પડેલાં પાંદડાઓ, સુકાયેલાં વૃક્ષો
વેરાન આડબીડ ની વચ્ચે
લીલું છમ હર્યું-ભર્યું ખેતર પણ
આજે "પડતર" જેવું લાગે છે

એક તાતણેં બંધાયેલાં સબંધો નો અંત પણ ઓચિંતો
કેટલી વાર ઘુંટવા ના સબંધો નાં એકડા
માનવી નું જીવન પણ હંમેશ ચાલતા "ભણતર" જેવું લાગે છે

ઉગતા સૂરજ ની પેઠે
ઉજ્જ્વળ મન માં દાવાનળ કેટલા સહ્યાં
અથાગ રહેનારા મનોબળ ને પણ આજે "કળતર" જેવું લાગે છે

વિહવળ હૈયા સહ
ચકા-ચોંધ રોશની ની લવચિકતા માં પણ
"શૂન્યમનસ્ક" આજે "જડતર" જેવું લાગે છે

$hY@m-શૂન્યમનસ્ક
૦૬/૧૧/૦૮

મન માં વિચારો નો ટ્રાફીક

જ્યાં જુઓ ત્યાં ટ્રાફીક

આજુ-બાજુ, આગળ પાછળ,
ચારેય દીશા એ ટ્રાફીક
જાય છે ક્યાં બધાં રોજ ?
કેમ આટલો બધો ટ્રાફીક

દુનિયા તો ખુબ મોટી હતી ને?
છતાં માણસો ની ભીડ નો ટ્રાફીક?

સરનામું પણ ભુલાઇ જાય
એવો મેદાનો પર મકાનો નો ટ્રાફીક?

મુક્ત મને ઊડતાં પંખીઓ પણ ફફડે છે
હવે તો નીલગગન માં પણ વિમાનો નો ટ્રાફીક?

ઝરણાં ઓ કાફી નોહતાં?
નદીઓ માં પણ દરીયા નાં પુર નો ટ્રાફીક?

આઇના ગમે તેટલાં હોય દુનિયા માં
સ્મૃતિપટ પર ચહેરાઓ નો ટ્રાફીક?

ટુંકી જીદંગી અને સુખ-દુખ ની કેટલી લાગણીઓ?
નાનાં અમથા મનડા માં કેટકેટલાં વિચારો નો ટ્રાફિક?

$hY@m-શૂન્યમનસ્ક
તાઃ ૨૦/૧૦/૦૮

મેં તો દીઠું એક ગોર નું ગાડું

મેં તો દીઠું એક ગોર નું ગાડું....

હોઠ રતુંબલ ઇ નાં ને જોબન જાણે પુનમ નું અજવાળું
આંખ્યુ ઇ ની કસુંબલ ને નાક ઇ નું સે અણીયાળું

એક દિ ગ્યો તો તળાવ ની પાળે ત્યાં દીઠું ઇ નજરાણું
માર્યો ભુસકો પુગી જાઉં કરતો ક ત્યાં તણાયું મારું ઠેપાડું

હોભંરી ઇ ની મીઠી વાતું મને ઇમ કે હશે ઇની પોંહે લાડુ
ઘર પછવાડે પુગી જ્યો ત્યાં તો ચેડે પડ્યું ઇ નાં ભાઇઓ નું ધાડું

ભાંગ્યા ઢેકા બાકી ના મેલ્યુ કશું ભાંગ્યુ હાર્યે દાંત નું ચાડું
યાદ કરી કરી ને હાલ સે એવા ખાવાનું ય રોજ થાય ટાઢું

ડોહાં-ડગરાં મરી ગ્યાં કૈ કૈ ને લ્યા સે આ તો માયા નું જાળું
વાત કોઇ ની નો મોની મેં તો, ફસાણો હવે કોઇ નથ કે'તું કે હાલ્ય તને બાર કાઢું

મેં તો દીઠું એક ગોર નું ગાડું....

$hY@m-શૂન્યમનસ્ક
તા ૧૭/૧૦/૦૮

હાસ્ય કાવ્ય

મિત્રો મારા અસ્સલ ગામડીયા મિજાજ માં એક હાસ્ય કાવ્ય રજુ કરું છું
અને તે મારા મિત્ર અજીતસિંહજી (બાપુ) ની પ્રેરણા થી કાંઇક
ચિતરામણ જેવું કર્યું છે

હોરી એ કરુ દિવારી,દિવારી મોં ગઉ ગરબા
તહેવાર અમારે હઉ હરખા,ઉજવીયે અમે ઓમ
લહેર પોણી ને ભજીયાં કાયમ અમારે ગોમ!!

મલક આખા હાર્યે ફાવતું હંધાય ને કરું સલોમ
આડા-ઉભા વોંકા-ત્રોંહા અવળા-હવળા
હંધાય બનો ભેરું મારા હઉ ને કરું રોમ-રોમ!!

ઉજવુ જનમદિવસ વરહ મોં બાર વાર
એટલા મન મોં સે જોમ
ગોમ આખું કેય હત-પતિયો બવ
પણ ઇ મ્હું જોણું ને મારાં કોમ !!

ચ્યારેક હોધું ઝમકુડીને ચ્યારેક હુઝે રમતુડીનું નોમ
કરી મોથાકુટ ને માર્યા હવાતિયાં દુનિયા આખી મોં
તોયે નો થયો હજીયે ઠરી-ઠોમ!!

પતંગ ઉડાડું કારીચૌદશે ને
અબીલ ને ગુલાલ ઉડાડું ખુશીઓ નાં બારેમાસ
કોઇ એ કશું કેવાનું નઇ "ગોમડીયો-શ્યોમ" સે મારું નોમ!!

$hY@m-શૂન્યમનસ્ક (ગામડીયો)
તા ૧૨/૧૦/૦૮

શબ્દો થી નહીં આજે "દિલ" થી કહું

મારા પરમ મિત્ર અરવિંદ પટેલ જેઓ ના જન્મદિવસ પ્રસંગે
એમનાં માટે પ્રથમ ચાર પકંતિ લખાયેલી
પછી થી એમાં ઉમેરતો ગયો અને એક સરસ રચના બની


શબ્દો થી તો સહુ કહે છે.
શબ્દો થી તો શું કહું ?
મિત્રતા એવી લાગણીભીની
ચાલો આજે તમને "દિલ" થી કહુ.

ચોતરફ અંધકાર જ દેખાયો છે
અંધકાર ની તો વાખ્યા શું કહું?
સોનેરી કિરણો બની આવ્યા તમે
ચાલો આજે તમને "ઉજાસ" કહું.

લાગતું કે જીદંગી હવે હતાશા છે
જીવન નાં એ દર્દો માટે તો શું કહું?
હસાવી દીધાં પળવાર માં તમે તો અમને
ચાલો આજે તમને "પ્રેરણા" કહું

દુનિયા તો આખી સ્વાર્થ થી ભરેલી છે
સ્વાર્થ ના સબંધો માટે તો શું કહું?
લાગણી નિઃસ્વાર્થ એવી તમારી
ચાલો આજે તમને "મિત્રતા" કહું

$hY@m-શૂન્યમનસ્ક
તા-૨૮/૦૯/૦૮

તમારી મરજી ની વાત છે


ભરાઇ આવે હૈયું ને લખાઇ જાય કાંઇક
તમે વાંચો ના વાંચો તમારી મરજી ની વાત છે

જોડયા છે તાર નિઃસ્વાર્થ સબંધો ના કાંઇક
તમે નિભાવો ના નિભાવો તમારી મરજી ની વાત છે

અમારા તો સ્મરણ માં જ રહો છો એવી લાગણીથી કાંઇક
તમે અમને યાદ કરો ના કરો તમારી મરજી ની વાત છે

રાહ જોઇ રહ્યાં છીયે જીવન નાં અંત સુધી કાંઇક
તમે આવો ના આવો તમારી મરજી ની વાત છે

$hY@m-શૂન્યમનસ્ક
તા-૨૮/૦૯/૦૮

લાગણી ભીના સબંધો હોય તો "શબ્દો" ની શી જરુર?

ગુજરાતી હાસ્ય લેખન કોમ્યુનિટીના આભારસહ
કોમ્યુનિટી નાં પ્રથમ ઇ-મેગેઝીન
"સાતત્ય-હાસ્ય અને વિચારો નું અમૃત"
માં પ્રકાશિત થયેલી એક રચના



પતંગીયુ બની ઉડે હૈયું ગગન માં
પછી પાંખો ની શી જરુર?

મન મક્કમ જો દરિયો તરવા
પછી વહાણ ની શૂ જરુર?

રેલાય જો અમ્રુત એક ઝાકળ તણા બુંદથી જ
તો સરોવર અને સરિતા ની શી જરુર?

ફુટે જો પાનખર માં પણ કુપણ
તો વસંતની શી જરુર?

લાગણીભીના સબંધો હોય
તો "શબ્દો" ની શી જરુર?

$hY@m-શૂન્યમનસ્ક
તા ૨૭/૦૯/૦૮

Tuesday, July 28, 2009

મન મારું આજે "શૂન્યમનસ્ક" કેમ થયી ગયું.


આ શું થયી ગયુ....?
એને જોતાં જ ઝાંઝવું અદ્ર્શ્ય થયી ગયું,

ગુલાબી સ્વપ્ન નું એક સ્મરણ..
દેખયા પહેલાં જ આંખ થી ઓઝલ થયી ગયું,

એક નજરે લાગ્યુ કે ઉગે છે પ્રભાત ...
પણ ના જાણે કેમ અચાનક અંધારું થયી ગયું,

વિચાર્યું હતું ફક્ત મન માં જ તેના વિશે..
પણ આ મન મારું આજે "શૂન્યમનસ્ક" કેમ થયી ગયું.

શ્યામ-શૂન્યમનસ્ક
તાઃ૦૨/૦૯/૦૮

શ્યામ તું બન..!!

જીવન માં પહેલી વાર આજે કાઈક લખાઇ ગયું
શ્રી ગીરીશ જોશીજી ના આભાર સહ


શ્યામ તું બન હું રાધા બની જાઉં .....આજે,
આપી દઉં તને મારા પંખ ને કલગી..

મોરલો તું બન તારી ઢેલ બની જાઉં..... આજે,
આપું હ્રદય ની વિશાળતા ને ઉંડાણ તને..

સમુદ્ર તું બન હું નદી બની જાઉં..... આજે,
આપુ લાલીમા ને ચમક મારા ઉર તણી..

સૂરજ તું બન હું અજવાળું બની જાઉ..... આજે,
આપું શીતળતા મારા પ્રેમ કેરી તને..

ચાંદલીયો તું બન તારી ચાંદની બની જાઉં..આજે,
આપ્યા મારા મુકુટ ને બંસરી તને..
કાનુડો તું બન હું રાધા બની જાઉં ...... આજે,

શ્યામ-શૂન્યમનસ્ક
તા ૨૮/૦૮/૦૮