Thursday, August 27, 2009

મન નું માનીતું કોઇ મળી આવે.

જુના કબાટ માં,બારસાખ ની કોતરણી માં
જુની પુરાણી જાયદાદ કોઇ મળી આવે,
ઉથલાવું છું ચોપાનિયાં જુની કીતાબનાં હળવેક થી
મીઠી મધુરી યાદ કોઇ મળી આવે.

ધ્રુજાવતી શીત લહેર માં,દિન નાં પ્રથમ પહર માં
હુંફાળો સાથ કોઇ મળી આવે,
ધુજાવી ગયી ઝંખના ફરી એક્વાર
રુપાળો હાથ કોઇ મળી આવે.

લીલી વનરાજી માં કે કાંટા ની કોઇ ઝાડી માં
પાંગરેલી પ્રીત કોઇ મળી આવે,
અઘરા દાખલા ગણવા જીવનનાં
સૌથી સરળ રીત કોઇ મળી આવે.

સુના શહેર ની ગલીઓ માં,નિર્જન હવેલીઓ માં
મનનું મીત કોઇ મળી આવે,
ખુંદતો રહું છું મહેફિલો
સુરીલું ગીત કોઇ મળી આવે.

કદી ના દીઠેલા મેળા માં, અજાણ લોકો નાં ટોળાં માં
નજીકનું ઓળખીતું કોઇ મળી આવે,
ભુલો પડ્યો "શૂન્યમનસ્ક" માનવ મહેરામણમાં
મન નું માનીતું કોઇ મળી આવે.

$hY@m-શૂન્યમનસ્ક
તા-૨૯/૦૧/૦૯

2 comments:

  1. ધુજાવી ગયી ઝંખના ફરી એક્વાર
    રુપાળો હાથ કોઇ મળી આવે.

    અઘરા દાખલા ગણવા જીવનનાં
    સૌથી સરળ રીત કોઇ મળી આવે.
    nice one keep it...
    shilpa...

    ReplyDelete
  2. this one also very nice...........

    ReplyDelete