Saturday, August 29, 2009

વરસી જાંઉ "વરસાદ" બનીને

ઝરમર બુંદો ની ઝાર બનીને કે ધાર-ધોધમાર બનીને,
તું જો ખોબો બની ને ઝીલે તો વરસી જાંઉ "વરસાદ" બનીને.

રંગોની રંગોળી બનીને કે રંગ-ફુલો ની ચાદર બનીને,
તું જો અરમાન બનીને નિહાળે તો છવાઇ જાઉં સપ્તરંગી "મેઘધનુષ" બનીને.

ગુંજતું ગુંજારવ બનીને કે કલરવ નું કિલ-કિલાટ બનીને,
તું જો મધુવન બનીને સાદ દે તો ટહુંકી જાંઉ "મસ્તમયુર" બનીને.

શબ્દોની ભરમાર બનીને કે સુર-સરગમની સરવણી બનીને,
તું જો સંગીત બનીને સાંભળે તો છેડી જાંઉ રાગ "મલ્હાર" બનીને.

મંદમંદ મીઠી લહેર બનીને કે મોજીલું મસ્ત તોફાન બનીને,
તું જો સુંગધ બનીને સાથ દે તો મહેકાવી જાંઉ ઉપવન "સમીર" બનીને.


શ્યામ-શૂન્યમનસ્ક
તા ૧૪/૦૬/૦૯

2 comments: