Thursday, August 27, 2009

લાશ બની જીવતર માં રોજ બળે તે જાણે.

ત્રિવીધ ફિક્કા દિસે તાપ અંગારનાં જે માણે,
ચડી એરણ પર ઘણ નાં ઘાવ ઝીલે તે જાણે.

ઉલાળ ને ધરાર ચાકડાવગર નાં હાંકેડુ કેમ કરી માણે,
નંદી ની જોડ નહી ને ધરી વિનાનું, હંકારે ગાડું તે જાણે.

રેત નાં ચક્રવાતમાં,અફાટ રણ વિતતી ઋતુઓ કેમ માણે,
વેરવિખેર આયખું મૃગજળ ની આશ માં વિતાવે તે જાણે.

કંટક નું દરદ કોડીનું પગ નાં તળીયાઓ જ માણે,
વેધકતા વેદનાની હૈયા તણી શૂળીએ ચડે તે જાણે.

કશ કડવાશ નો કટોરી હોઠે લગાડે તે માણે,
ભરી કટોરા હળાહળ પીધાં હોય તે જાણે.

ચડી ચિતા એ એકવારનુ મૃત્યુ મરનારા શું માણે,
લાશ બની જીવતર માં "શૂન્યમનસ્ક" રોજ બળે તે જાણે.

શ્યામ-શૂન્યમનસ્ક
તા ૧૨/૦૩/૦૯

1 comment:

  1. રેત નાં ચક્રવાતમાં,અફાટ રણ વિતતી ઋતુઓ કેમ માણે,
    વેરવિખેર આયખું મૃગજળ ની આશ માં વિતાવે તે જાણે.

    કંટક નું દરદ કોડીનું પગ નાં તળીયાઓ જ માણે,
    વેધકતા વેદનાની હૈયા તણી શૂળીએ ચડે તે જાણે.

    કશ કડવાશ નો કટોરી હોઠે લગાડે તે માણે,
    ભરી કટોરા હળાહળ પીધાં હોય તે જાણે.

    ચડી ચિતા એ એકવારનુ મૃત્યુ મરનારા શું માણે,
    લાશ બની જીવતર માં "શૂન્યમનસ્ક" રોજ બળે તે જાણે.
    woow jordar che.
    keep it
    shilpa..

    ReplyDelete