Saturday, August 29, 2009

ઘા તો રે’વા દે, ખાલી ઘહરકો થ્યો ઇને પુછી આય.!

મારા પરમમિત્ર બાપુ અજીતસિંહજી રાજકોટ વાળા
જ્યારે પણ એમની સાથે વાત થાય એમનું રમુજીપણુ
મને હસાવી જાય એમની હમેશાંની પ્રેરણા :- હાસ્ય પર હાથ અજમાવો ને??


પરેમ પરેમ પરેમ!!! અલ્યા દિલ ચીરવાની વાતું કરે?
ઘા તો રે’વા દે, ખાલી ઘહરકો થ્યો ઇને પુછી આય.!!

કાણીયું વાઇસલ મલે નહીં, અલ્યા ફાઇવ સ્ટારનો હવાદ કરે?
ચા નાં ચેટલા બાકી કર્યા કીટલીએ જઇને પુછી આય.!!

દાબલાં પેરી ફટફટિયે બેહે અલ્યા પેટ્રોલનાં ઉછીના કરે?
હપતે થી હોન્ડા લાયો, ખેંચાઇ ગ્યું ઇને પુછી આય,!!

કોન મોં કડીઓ ને લોંબા ચોટલા, અલ્યા બાયું નાં વેહ કરે?
ના જોઇતા ચારા કર્યા મોં, ખિચડી પડી ઇને પુછી આય.!!

વોંકા થયીને હેંડે, અલ્યા શાહરુખ-સુલેમાન નો વ્હેમ કરે?
તારો બનુ કે સિ-તારો? તોડી પાડ્યા ને તુટી પડ્યાં ઇને પુછી આય.!!

ભલ-ભલા ભાંગી પડ્યા, અલ્યા તોય હોમા પોણીએ જોર કરે?
મણ નાં છશ્શેર થયી ગ્યાં, પડ્યા પનારા ઇને પુછી આય.!!

આડું-અવળું ચિતરે "શ્યામ",અલ્યા ગાંડા નાં ગામ ની વાતું કરે?
ઇમ-ને-મ કોઇ ઘેલા નો કેય, વોંચે સે ઇને પુછી આય.!!

$hY@m-શૂન્યમનસ્ક
તા ૨૧/૦૭/૦૯

1 comment:

  1. hAHAHAHHHHH vERY nICE

    આડું-અવળું ચિતરે "શ્યામ",અલ્યા ગાંડા નાં ગામ ની વાતું કરે?
    ઇમ-ને-મ કોઇ ઘેલા નો કેય, વોંચે સે ઇને પુછી આય.!!

    માથે કવિતા મારે તો વાંચવું તો પડે ને? હાહાહાહા

    ReplyDelete