સમી-સાંજ ની નિરાંત માં, વરસતી વાદળી
હૈયાની હળવાશ માં, ચાલને ભીંજાઇયે......!
ચાંદલાને છાવરીને અજવાળી રાતમાં, મલકાતી વાદળી
ગમતાં નાં વહાલ માં, ચાલને ભીંજાઇયે.....!
લીલ-વર્ણ પર્ણો થકી ડાળી-ઝાડી માં, ટપકતી વાદળી
લીલુડી લીલાશ માં, ચાલને ભીંજાઇયે......!
તર-બ-તર મહેંકતી ભીની ગઝલ માં, નીતરતી વાદળી
મૌસમી ભીનાશ માં, ચાલને ભીંજાઇયે......!
સૂરજ, સંતાકૂકડી માં, મહાલતા "સમીર" સંગ, સરકતી વાદળી
સોનેરી પીળાશ માં, ચાલને ભીંજાઇયે......!
શ્યામ-શૂન્યમનસ્ક
તા-૦૭/૦૭/૦૯
ચાંદલાને છાવરીને અજવાળી રાતમાં, મલકાતી વાદળી
ReplyDeleteગમતાં નાં વહાલ માં, ચાલને ભીંજાઇયે.....!
aWASMMMMMMMMMM sHyAM
તર-બ-તર મહેંકતી ભીની ગઝલ માં, નીતરતી વાદળી
ReplyDeleteમૌસમી ભીનાશ માં, ચાલને ભીંજાઇયે......!
humm chu vaat che...sundar rachna bhai...! :)