હથેળીને માની આઇનો ખુદને જોઇ, ખુદ ને જ પાગલ કહું છું,
જાતે જ જાતની ઉડાવી ઠેકડી જાત પર જ હસું છું.
દરીયો ભરી પળવાર માં આંસુ નો, આંખને ન રડવા કહું છું,
વગર વિચારે જાત ને જોઇ જાતે જ જાત પર રડું છું.
બોલતા ને ચુપ રેહવા, ચુપ ને બોલવા કહું છુ,
ચુપ નહી ને બોલવુંયે નહી, જાતનો મિજાજ રાખવા મથું છું.
વાત કહી ને ખુદનાં જ કાન માં મોટે થી ન બોલવા કહું છુ,
જાતે જ બોલું, જાતે જ સાંભળું, જાતે જ શોર મચાવું છું.
શાણા એટલા પાગલ દુનિયા માં બાકી પાગલ ને શાણા કહું છુ,
જાતે જ પાગલ હોવાની નિશાની "શૂન્યમનસ્ક" દુનિયા ને પાગલ કહું છું.
શ્યામ-શૂન્યમનસ્ક
તા ૧૫/૦૩/૦૯
No comments:
Post a Comment