Saturday, August 29, 2009

દરદ નાં દરદર ની વાત કેમ કરું?

દોસ્તો કાર અકસ્માત પછી લાંબા સમય થી ચાલતી સારવાર
દરમ્યાન ૧૬મી માર્ચે મારા પગ ઉપર ઓર્થોપેડીક સર્જરી થયી
ત્યાર પછી પીડા નાં અનુભવ નો એક ચિતાર રુપે આ રચના રજુ કરું છું


ઘણી વાતો ની ઘાણી, પેરવી શરુઆત ની કેમ કરું?
ફર્યા કરે છે ચકરાવ પેઠે
મળ્યા હતા જ્યાં ના ત્યાં જ,બાકી સફર સર કર્યા ની વાત કેમ કરું.

દુષ્કર છે પિછાણ કરવી,અસર ની સ્જૂઆત કેમ કરું
દવાઓ છે કે દુઆઓ આપની
અણદીઠેલાં પોતીકાં જણો, બાકી મળેલાં સ્વજનોની વાત કેમ કરું

જીવ સટોસટ બાજી ખૂદ જાતની સામે જ, હાર ની કબૂલાત કેમ કરું
જીવાદોરી એમની પાસે હતી
સજેલાં હતાં સફેદી માં બાકી દાકતર હતાં તે દેવદૂતો ની વાત કેમ કરું

બેદર્દો પણ હતાં સામે,દર્દ થી સવાલાત કેમ કરું?
કેમ છો પુછો તો સારું છે
કટિ તણા ખૂંપી ને બાકી દરદ નાં દરદર ની વાત કેમ કરું?

હતી ક્યારેક દોસ્તી પણ હવે નસીબ સામે વેર ની વસુલાત કેમ કરું?
સાથે હતા દિવા ને દિવાકર પણ
અમાવસ હતી "શૂન્યમનસ્ક" બાકી વિતેલી એ રાત ની વાત કેમ કરું?

શ્યામ-શૂન્યમનસ્ક
તા-૨૧/૦૩/૦૯

1 comment: