Friday, March 29, 2013

ખર્ચા અને શોપિંગ

બનાવ્યુંતુ લિસ્ટ ભુલી જવાયું જો એમાં લવિંગ લખજે
હજી એક ઉમેરજે દાળ શાક વધારવાની હિંગ લખજે 

ઇડલી-સાંભાર જો ખાવું હો શનિવારની સાંજે 
તો કાઢ પેન અને સરગવાની શિંગ લખજે

રોજ વઢે છે સ્કુલ માં બબલી ને, યાદ આયુ જો
એને માથા માં નાખવા ની લાલ રિંગ લખજે 

ટબુડો રિસાયો છે કાલ નો, ભુલી જ જવાયું 
તુટ્ય઼ુ છે એનુ રમકડું યાદ રહે તો સ્પ્રીંગ લખજે

નકામુ ખરીદી ને તુ જ લાવે છે બધું મોંઘવારી માં
પછી મને જ વઢજે ને કે’જે ફરફરીયું તોતિંગ લખજે?

તને કાંઈ જ નથી પડી ઘરની, મારી બધી બચત છે
તો’યે તું મારા જ નામે ખર્ચા અને શોપિંગ લખજે

-શ્યામ શૂન્યમનસ્ક ૨૯/૦૩/૧૩

Tuesday, March 26, 2013

મુકતક

થોકડાં ના લખુ થોથાં ના ફકત તરંગો જ લખુ 
માણીલે રસ ને લુટે કામણ એ બે અંગો જ લખુ 

આખી ભલે તુ પાથરે મેઘધનુષી ચાદર કમાની
શબ્દ બે માં જ સમેટું હુ તો, ને "રંગો" જ લખુ

-શ્યામ શૂન્યમનસ્ક

સૌદર્યસભર, હ્રદયાચ્છાદિત
રંગોત્સવ મુબારક !!!