Sunday, September 22, 2013

હું જ "ખૂદ" જાણી શકીશ

ધાર-કીનાર નહી, મધદરિયેથી તાણી શકીશ?
રંગોજાસ માં અંધારી-કાળાશ માણી શકીશ ?

વારે વારે મને એમ ન પુછ કે "તું કોણ છે"
હું જ કહીશ જ્યારે હું જ "ખૂદ" જાણી શકીશ

-શ્યામ  શૂન્યમનસ્ક
૨૨/૦૯/૧૩

Thursday, September 19, 2013

એક કીરણ ફુટે તો સારું

ચાલ્યું બહુ લાંબુ, આ સ્વપ્ન હવે તૂટે તો સારું
શરુ કરવું ક્યાંથી, એ એકડા ફરી ઘુંટે તો સારું

ફુલ પણ અકળાયું છે ડાળે બેઠાં બેઠાં, બહુ થયું
શોભશુ ક્યાંક, મુરઝવા કરતા કો’ક ચુંટે તો સારું

યુગો વિત્યા જાણે અજવાળા નાં નજરો સામે
થંભ્યો નથીને સમય? રાત લાંબી ખૂટે તો સારું

જીંદગી આખી ભાગ-ઘમરોળ કરી જેઓ થકી
તેઓ જ તો કહે છે છેલ્લે, હવે આ છુટે તો સારું

અંધારુ-અંધાધુની લાગે છે, ચારે-કોર જો ને
પળ માટે ભલે, આશાનું એક કીરણ ફુટે તો સારું

- શ્યામ શૂન્યમનસ્ક
૧૯/૦૯/૧૩