Friday, September 16, 2011

પાણી જ પીધુ છે આ નથી અસર જામ ની !


નકામી સમઝો તો નકામી, સમઝો તો કામ ની.
ચાલ ને કરીયે આજે પંચાત થોડી ગામ ની .

ભુખી છે ને ચુંથાયેલી, સુતી છે;ય ઉઘાડી,
લુંટો ભાઇ લુંટો, આ તો પરજા છે રામ ની.!

કુવા હવાડા ને દોરે ક્યાંક, વિષ તણે લટકતી
દબાયેલી ચીસો, કોઇએ સાંભળી આવામ ની ?

પાડો ઉઘાડા નચાવો જાણે મુન્ની ઝંડુ બામ ની
ફકત પડી છે જેમને ખુરશી ની કે દામ ની

લે.! ચકરાય છે નશો, ને માથુ’યે લથડે છે
પાણી જ પીધુ છે આ નથી અસર જામ ની !

લખો "શ્યામ" લખો કાફીયા ને રદ્દીફ માં લખો
ના’યે લખું લે.! અહીં પડી છે કોને નામ ની ?

-શ્યામ શૂન્યમનસ્ક
તા : ૧૬/૦૯/૧૧

Wednesday, August 17, 2011

વાત ભલે પાટે ચડે ના ચડે.


કરતા રે’શુ એજ એક અમે તો,
વાત ભલે પાટે ચડે ના ચડે.

નહી અટકીયે જવાના અમે તો,
રસ્તે ભલે કાંટા નડે ના નડે.

ઝાકળે, ઝાંઝવે ભીજાંશુ અમે તો,
વરસાદ ભલે આજ પડે ના પડે.

કરી ને રે’વા ના ધાર્યુ અમે તો ,
અમ થી ભલે જગ લડે ના લડે.

ખુશીઓ નાં તાળા તો તોડશું અમે તો
ચાવી ભલે એની જડે ના જડે

-શ્યામ શૂન્યમનસ્ક
તા- ૧૭/૦૮/૧૧

Monday, August 8, 2011

ઢળતી સાંજે કરો ઢગલો ગઝલો નો



ઢળતી સાંજે કરો ઢગલો ગઝલો નો
મન ભરી ને કરો ખડકલો ફુલો નો

રીવાજ રાખો પ્રેમ તણો શું હું ને શું તમે?
કરો ખાતમો એ ઘસાયેલા ઉસુલો નો

અડીયલ છે રોગ આ ઓગાળો સુંગધી
કરો પુરબહાર છંટકાવ મધ ગુલો નો

પડતી રહેશે તો જ રાહબર મળશે
કરો સિલસિલો શરુ ફરીથી ભુલો નો

એકલ પંડ્યે, ઝાઝા મુંઝારા શ્યામ
મળો ભેળા ને કરો રસ્તો મંજીલો નો

- શ્યામ શૂન્યમનસ્ક (પ્રેરક - બાપુ અજીતસિંહજી રાઠોડ)
તા- ૦૭-૦૮-૧૧

Wednesday, July 20, 2011

"ઘર" કોઇ કરી ગયું ધીમા-પગલે.


નાની સી જગા હૈયું મારું,
એણે ગણ્યુ નહી મારું-તારું.
ઝુંપડું મારું તુટ્યુ’ય નહી ને,
"ઘર" કોઇ કરી ગયું ધીમા-પગલે.

વાસતો કળ રોજ નિંદર પહેલા
રહ્યું ખુલ્લુ કાં હૈયા નું બારું.
ભણકાર પગરવ નાં થયા નહી ને,
"નજર" કોઇ કરી ગયું ધીમા પગલે

જાગ્યા સવારે ને લાગ્યું સારું,
ઘોળ્યું નહી ગળ્યું કે ખારું.
વૈદ કોઇ એ તેડવ્યા નહી ને,
"અસર" કોઇ કરી ગયું ધીમા-પગલે..

સમજાયુ નહી કાંઈ "શૂન્યમનસ્ક"
જાણે શું હતું એ બે-ધારુ.
ધબકાર એકેય અટક્યા નહી ને,
"કતલ" કોઇ કરી ગયું ધીમા-પગલે.

-શ્યામ શૂન્યમનસ્ક
તા - ૨૦/૦૭/૧૧

Sunday, May 1, 2011

શા’ને આવે સે મારા શમણાં માં !!



શા’ને આવે સે મારા શમણાં માં ?
ઝપતી નથી આ તો ખસતી નથી
ભરાઇ સે પડી જો ને મારા લમણા માં ! શા’ને આવે સે મારા શમણાં માં !!

તું આવે શમણે એમાં મનેય બોલાવજે
મલકાતા હોઠોં થી સ્મિત એક આલજે
યાદે’ય બહુ આવે સે હમણા-હમણાં માં ! શા’ને આવે સે મારા શમણાં માં !!

લબાચો આ પરેમ નો ચ્યોં જઇ અટકશે?
વધશે વાત કે પસી અધવચ લટકશે?
હું પડ્યો કે તુ સે પડી મારી ભ્રમણા માં? શા’ને આવે સે મારા શમણાં માં !!

તું જો આવે સે તો યાદે મને’ય રાખજે
દલડા થી દુર નથી હાર્યે મને ભાખજે
શીદ ને રમે સે રોજ મારા રમણા માં? શા’ને આવે સે મારા શમણાં માં !!

હારાવોના નો એક વાવડ તો લખજે
હાશ વળે હૈયે ,એમાં એધોંણી મેલજે
ને’ણે ઝબકારા કદી ડાબા કદી જમણા માં ! શા’ને આવે સે મારા શમણાં માં !!

-$hyam-શૂન્યમનસ્ક (ગામડીયો)
તા- ૦૧-૦૫-૧૧

Thursday, February 10, 2011

महेंकती मुस्कानें लिख दे



खिलते होठों से महेंकती मुस्कानें लिख दे
आंखों से दिल में उतरे कुछ तराने लिख दे

आंखे तो आइना है दिल का
नोक से दिल की दिलकश फसाने लिख दे

यासिर होतें है इस जहां के सदमे
पलको पे परिजाद पैमाने लिख दे

दर्दे दिल लिखतें रहेते है लोग अकसर
खुशीयों के तु खुशनुमा खजाने लिख दे

कांटो के भी है आशिक, बांकपने आलम
फिजाओं पे फिदा दिवाने लिख दे

नाम पे मरती है दुनिया सारी
शेरे मकता अंजुमन अंजाने लिख दे

-श्याम शून्यमनस्क
ता- १०/०२/११



यासिर= थोडा ,कम ઓછું लीटल
सदमे= दुख ,गम (सेडनेस)
परिजाद= खुशनुमा, सुंदर lovely, pretty
पैमाने = वादा , प्रोमिस
बांकपन = smartness , चतुराइ
अंजुमन = सोसायटी

Wednesday, January 26, 2011

ગઝલ મને મોકલજે.



લહેરાતા વાયરે
વસે શ્વાસો માં સુગંધ ને
હૈયું હરખી જાય
એવું કોઇ ફુલ મને મોકલજે.

વગર વિચારે મન માં
નામ તારું પડઘે ને
હું જ ખુદને ભુલી જાઉં
એવી કોઇ યાદ મને મોકલજે

સોબત નથી સાકી ની,
મહેફીલ થી દુર રહી ને,
સુધ-બુધ ના રહે
એવો કોઇ અમલ મને મોકલજે.

ઝંખના જીવન ની
જાગતી આંખે તું સેવે ને
વસી જાય મારી આંખે
એવું કોઇ સપનું મને મોકલજે.

લય લાગણી નો અમાપ
રોમ રોમ પસરે ને
અડકી જાય દિલ ને,
એવી કોઇ ગઝલ મને મોકલજે.

-શ્યામ શૂન્યમનસ્ક
તા- ૨૫/૦૧/૧૧