શા’ને આવે સે મારા શમણાં માં ?
ઝપતી નથી આ તો ખસતી નથી
ભરાઇ સે પડી જો ને મારા લમણા માં ! શા’ને આવે સે મારા શમણાં માં !!
તું આવે શમણે એમાં મનેય બોલાવજે
મલકાતા હોઠોં થી સ્મિત એક આલજે
યાદે’ય બહુ આવે સે હમણા-હમણાં માં ! શા’ને આવે સે મારા શમણાં માં !!
લબાચો આ પરેમ નો ચ્યોં જઇ અટકશે?
વધશે વાત કે પસી અધવચ લટકશે?
હું પડ્યો કે તુ સે પડી મારી ભ્રમણા માં? શા’ને આવે સે મારા શમણાં માં !!
તું જો આવે સે તો યાદે મને’ય રાખજે
દલડા થી દુર નથી હાર્યે મને ભાખજે
શીદ ને રમે સે રોજ મારા રમણા માં? શા’ને આવે સે મારા શમણાં માં !!
હારાવોના નો એક વાવડ તો લખજે
હાશ વળે હૈયે ,એમાં એધોંણી મેલજે
ને’ણે ઝબકારા કદી ડાબા કદી જમણા માં ! શા’ને આવે સે મારા શમણાં માં !!
-$hyam-શૂન્યમનસ્ક (ગામડીયો)
તા- ૦૧-૦૫-૧૧
લબાચો આ પરેમ નો ચ્યોં જઇ અટકશે?
ReplyDeleteવધશે વાત કે પસી અધવચ લટકશે?....wowww
વાંક તો આમા ક્યા કોઇનો છે...
ReplyDeleteવાંક તો છે આ નસીબ નો....
નસીબ ના હોય જ્યારે સાથ...
તો હોય ક્યરે કોઇ નો સંગાથ...
તું આવે શમણે એમાં મનેય બોલાવજે
ReplyDeleteમલકાતા હોઠોં થી સ્મિત એક આલજે
યાદે’ય બહુ આવે સે હમણા-હમણાં માં ! શા’ને આવે સે મારા શમણાં માં !!
Awesome :)
હારાવોના નો એક વાવડ તો લખજે
ReplyDeleteહાશ વળે હૈયે ,એમાં એધોંણી મેલજે
ને’ણે ઝબકારા કદી ડાબા કદી જમણા માં ! શા’ને આવે સે મારા શમણાં માં !!-$hyam-શૂન્યમનસ્ક sundar rachna shyam bhai...!
આ વારનો જે અવતાર રે,એવો ન થાયે વારમ વાર રે,નથિ આવ્યો ને આવશુ ક્યાથિ રે,જન સો મન માથિ રે
ReplyDeleteતું આવે શમણે એમાં મનેય બોલાવજે
ReplyDeleteમલકાતા હોઠોં થી સ્મિત એક આલજે
kYA bAAT hAI........aVOSOME
આભાર દોસ્તો
ReplyDelete