Wednesday, July 20, 2011

"ઘર" કોઇ કરી ગયું ધીમા-પગલે.


નાની સી જગા હૈયું મારું,
એણે ગણ્યુ નહી મારું-તારું.
ઝુંપડું મારું તુટ્યુ’ય નહી ને,
"ઘર" કોઇ કરી ગયું ધીમા-પગલે.

વાસતો કળ રોજ નિંદર પહેલા
રહ્યું ખુલ્લુ કાં હૈયા નું બારું.
ભણકાર પગરવ નાં થયા નહી ને,
"નજર" કોઇ કરી ગયું ધીમા પગલે

જાગ્યા સવારે ને લાગ્યું સારું,
ઘોળ્યું નહી ગળ્યું કે ખારું.
વૈદ કોઇ એ તેડવ્યા નહી ને,
"અસર" કોઇ કરી ગયું ધીમા-પગલે..

સમજાયુ નહી કાંઈ "શૂન્યમનસ્ક"
જાણે શું હતું એ બે-ધારુ.
ધબકાર એકેય અટક્યા નહી ને,
"કતલ" કોઇ કરી ગયું ધીમા-પગલે.

-શ્યામ શૂન્યમનસ્ક
તા - ૨૦/૦૭/૧૧

3 comments:

  1. સમજાયુ નહી કાંઈ "શૂન્યમનસ્ક"
    જાણે શું હતું એ બે-ધારુ. - -શ્યામ શૂન્યમનસ્ક- waah shyam bhai sundar rachna..

    ReplyDelete
  2. ધબકાર એકેય અટક્યા નહી ને,
    "કતલ" કોઇ કરી ગયું ધીમા-પગલે...............
    Nice 1 shyam..

    ReplyDelete