Wednesday, August 17, 2011

વાત ભલે પાટે ચડે ના ચડે.


કરતા રે’શુ એજ એક અમે તો,
વાત ભલે પાટે ચડે ના ચડે.

નહી અટકીયે જવાના અમે તો,
રસ્તે ભલે કાંટા નડે ના નડે.

ઝાકળે, ઝાંઝવે ભીજાંશુ અમે તો,
વરસાદ ભલે આજ પડે ના પડે.

કરી ને રે’વા ના ધાર્યુ અમે તો ,
અમ થી ભલે જગ લડે ના લડે.

ખુશીઓ નાં તાળા તો તોડશું અમે તો
ચાવી ભલે એની જડે ના જડે

-શ્યામ શૂન્યમનસ્ક
તા- ૧૭/૦૮/૧૧

Monday, August 8, 2011

ઢળતી સાંજે કરો ઢગલો ગઝલો નો



ઢળતી સાંજે કરો ઢગલો ગઝલો નો
મન ભરી ને કરો ખડકલો ફુલો નો

રીવાજ રાખો પ્રેમ તણો શું હું ને શું તમે?
કરો ખાતમો એ ઘસાયેલા ઉસુલો નો

અડીયલ છે રોગ આ ઓગાળો સુંગધી
કરો પુરબહાર છંટકાવ મધ ગુલો નો

પડતી રહેશે તો જ રાહબર મળશે
કરો સિલસિલો શરુ ફરીથી ભુલો નો

એકલ પંડ્યે, ઝાઝા મુંઝારા શ્યામ
મળો ભેળા ને કરો રસ્તો મંજીલો નો

- શ્યામ શૂન્યમનસ્ક (પ્રેરક - બાપુ અજીતસિંહજી રાઠોડ)
તા- ૦૭-૦૮-૧૧