Wednesday, August 17, 2011

વાત ભલે પાટે ચડે ના ચડે.


કરતા રે’શુ એજ એક અમે તો,
વાત ભલે પાટે ચડે ના ચડે.

નહી અટકીયે જવાના અમે તો,
રસ્તે ભલે કાંટા નડે ના નડે.

ઝાકળે, ઝાંઝવે ભીજાંશુ અમે તો,
વરસાદ ભલે આજ પડે ના પડે.

કરી ને રે’વા ના ધાર્યુ અમે તો ,
અમ થી ભલે જગ લડે ના લડે.

ખુશીઓ નાં તાળા તો તોડશું અમે તો
ચાવી ભલે એની જડે ના જડે

-શ્યામ શૂન્યમનસ્ક
તા- ૧૭/૦૮/૧૧

4 comments:

  1. good 1 savare j kidhu tu....k mst che....awsm

    ReplyDelete
  2. ઝાકળે, ઝાંઝવે ભીજાંશુ અમે તો,
    વરસાદ ભલે આજ પડે ના પડે.
    શ્યામ શૂન્યમનસ્ક waah shyam bhai must...

    ReplyDelete