Friday, September 16, 2011

પાણી જ પીધુ છે આ નથી અસર જામ ની !


નકામી સમઝો તો નકામી, સમઝો તો કામ ની.
ચાલ ને કરીયે આજે પંચાત થોડી ગામ ની .

ભુખી છે ને ચુંથાયેલી, સુતી છે;ય ઉઘાડી,
લુંટો ભાઇ લુંટો, આ તો પરજા છે રામ ની.!

કુવા હવાડા ને દોરે ક્યાંક, વિષ તણે લટકતી
દબાયેલી ચીસો, કોઇએ સાંભળી આવામ ની ?

પાડો ઉઘાડા નચાવો જાણે મુન્ની ઝંડુ બામ ની
ફકત પડી છે જેમને ખુરશી ની કે દામ ની

લે.! ચકરાય છે નશો, ને માથુ’યે લથડે છે
પાણી જ પીધુ છે આ નથી અસર જામ ની !

લખો "શ્યામ" લખો કાફીયા ને રદ્દીફ માં લખો
ના’યે લખું લે.! અહીં પડી છે કોને નામ ની ?

-શ્યામ શૂન્યમનસ્ક
તા : ૧૬/૦૯/૧૧

2 comments:

  1. લે.! ચકરાય છે નશો, ને માથુ’યે લથડે છે
    પાણી જ પીધુ છે આ નથી અસર જામ ની !

    લખો "શ્યામ" લખો કાફીયા ને રદ્દીફ માં લખો
    ના’યે લખું લે.! અહીં પડી છે કોને નામ ની ?

    અભિનંદન,ખૂબ સુંદર.ાઅભાર.

    ReplyDelete
  2. પાણી જ પીધુ છે આ નથી અસર જામ ની !......
    wah wah pani pidhu ne aa halat 6e shyam ni su thase halat jayre pise (shyam) e pyali JAM ni.... ;)

    wah wah ..... hahaha

    ભુખી છે ને ચુંથાયેલી, સુતી છે;ય ઉઘાડી,
    લુંટો ભાઇ લુંટો, આ તો પરજા છે રામ ની.! ri8 tikho kararo kataksh mast majja aai gai ;)

    ReplyDelete