Thursday, September 3, 2009

મને તો વ્હેમ પડે છે.

મુકતક

પારખાં પ્રારબ્ધ લે છે કે તું "પ્રભુ"
નમાવી શીશ ને બે હાથ જોડું

જવાબદાર જો તું જ નિકળ્યો
તો હું તને પણ નહીં છોડું

***

પડનારા તારા પ્રેમ માં પ્રભુ, કહીને "પ્રેમ-પ્રેમ" પડે છે
કરમફળનાં નેહ મળતા હશે કે? મને તો વ્હેમ પડે છે.

ઉંચે થી પડનારા અહીં હેમ-ખેમ પડે છે
નસીબ હશે કે બીજું કાંઇ? મને તો વ્હેમ પડે છે.

સાચવી ને ચાલનારા જગત માં એમ-નેમ પડે છે
નકલી હશે કે ભાંગેલા? મને તો વ્હેમ પડે છે.

ધાગા-દોરા કરીને’ય પગ કુંડાળા માં એમ-કેમ પડે છે?
ખોદ્યો હશે કોણે ખાડો? મને તો વ્હેમ પડે છે.

પડતાં તો પડે છે બુડવા, ભગતી માં જેમ-તેમ પડે છે
તરે’ય છે ને મરે’ય છે "શ્યામ" મને તો વ્હેમ પડે છે.

$hY@m-શૂન્યમનસ્ક
તા-૦૩/૦૯/૦૯

6 comments:

 1. huuum,
  jawaab daar jo tu j nikalyo,
  to hu tane pan nahi chodu..
  gr8 der..
  kyaarek ishwar thi pan [mitho]jaghalo karvaanu man thaayche..
  sundar rachana mane khuuuub gami..[:)]

  ReplyDelete
 2. મજાનું મુક્તક અને સ-રસ મજાની ગઝલ!!!!!

  ReplyDelete
 3. પારખાં પ્રારબ્ધ લે છે કે તું "પ્રભુ"
  નમાવી શીશ ને બે હાથ જોડું

  જવાબદાર જો તું જ નિકળ્યો
  તો હું તને પણ નહીં છોડું

  wooow nice challange..to kone pakdso?????

  ReplyDelete
 4. a a a a sO yOU fIGHT wID gOD hOOOOOOOH
  tOUcHY wOrDS kEEP iT uP

  ReplyDelete
 5. waaaahhhhhhh..
  der kyaa baat he..
  જવાબદાર જો તું જ નિકળ્યો
  તો હું તને પણ નહીં છોડું

  mane aap ni aarachana khuuuuuub gami..dil se....

  ReplyDelete
 6. સાચવી ને ચાલનારા જગત માં એમ-નેમ પડે છે
  નકલી હશે કે ભાંગેલા? મને તો વ્હેમ પડે છે..

  kyaa baat he..
  saras...
  :)

  ReplyDelete