Monday, September 7, 2009

વાવ્યો ફુલછોડ મિત્રતા રુપે


આજે પરમ મિત્ર મોટાભાઇ અરવિંદ પટેલ (ધી ડોન) નાં જન્મદિવસ પ્રસંગે
એક નાની કાવ્ય રચના ખાસ એમને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવા માટે


રુદિયાની ધરતી
નેહ નાં નીર
વાવ્યો ફુલછોડ મિત્રતા રુપે !

ખીલી ઉઠ્યાં
રંગારંગ ફુલો
મન માં મહેંક પવિત્રતા રુપે !

શત શાખા
કુપણ ભરેલી
વિસ્તરેલો વટ આત્મિયતા રુપે !

કિલ્લોલ ગજાવતું
સહુ ને ભીંજાવતું
વહેતું વહાલ સરિતા રુપે !

દિલ નાં ઉંડાણ થી
શબ્દો નાં પ્રાણ થી
અર્પણ એક ભેટ કવિતા રુપે !

$hY@m-શૂન્યમનસ્ક
તા-૦૬/૦૯/૦૯

4 comments:

  1. "દિલનાઊંડાણથી
    શબ્દોના પ્રાણથી"
    એ પંક્તિ મનને સ્પર્શી ગઇ.
    સરસ કવિતા!!!

    ReplyDelete
  2. રુદિયાની ધરતી
    નેહ નાં નીર
    વાવ્યો ફુલછોડ મિત્રતા રુપે !
    nice one.......keep it.
    shilpa....

    ReplyDelete
  3. hOOH wHAT A wORDs sHaYAM rEALLy nICE

    ReplyDelete
  4. દિલ નાં ઉંડાણ થી
    શબ્દો નાં પ્રાણ થી
    અર્પણ એક ભેટ કવિતા રુપે !

    aana thi moti bhet kai hoy bhala ???
    goood1.

    ReplyDelete