Friday, December 18, 2009

યાદો ની જાણે ધસમસતી બાઢ આવી


દૂર હતી નજરો થી મંઝિલ
સપનું દીઠું જાણે લગીર આવી.

હાથમાં તો નોતી પણ સાથમાં તમારી
ભાગ્ય ની જાણે લકીર આવી.

બૂંદ મળી એક ઓસ ની રણ ને
સહરા માં જાણે કૂપળ આવી.

આંખ થી સર્યું એક ટીપું ખુશીનુ
મધ્યાને જાણે ઝાકળ આવી

જાગીને આખીરાત કરવીતી એક વાત
નિંદર પણ જાણે બહુ ગાઢ આવી.

શાંત કિનારા ને ખુલ્લા મનપટ પર
યાદો ની જાણે ધસમસતી બાઢ આવી.


-$hY@m-શૂન્યમનસ્ક
તા ૧૮/૧૨/૦૯

6 comments:

  1. બૂંદ મળી એક ઓસ ની રણ ને
    સહરા માં જાણે કૂપળ આવી.
    jakkas che..keep it.
    bud made ke varse gagan pan.
    ran ma koi kupad kilti nathi.
    ....http://shil1410.blogspot.com/
    ........શબ્દોના અથૅ તો બદલાતા નથી..
    shilpa..

    ReplyDelete
  2. બૂંદ મળી એક ઓસ ની રણ ને
    સહરા માં જાણે કૂપળ આવી.

    waah ! shyaam bhai mane aa pankti khoob gami.. :)

    ReplyDelete
  3. દૂર હતી નજરો થી મંઝિલ
    સપનું દીઠું જાણે લગીર આવી.

    હાથમાં તો નોતી પણ સાથમાં તમારી
    ભાગ્ય ની જાણે લકીર આવી

    nICE wORdING sHyAM ...........

    જાગીને આખીરાત કરવીતી એક વાત
    નિંદર પણ જાણે બહુ ગાઢ આવી.

    i cANT uNDErESTnD
    જાગવું હતું તો પછી નિંદર ભી ગાઢ કેમ આવી

    શાંત કિનારા ને ખુલ્લા મનપટ પર
    યાદો ની જાણે ધસમસતી બાઢ આવી.

    nICE wORDS tOUCHY
    kEEP iT uPPPPP

    ReplyDelete
  4. hmmmm saras ..... badh aam to game nahi..... pan tamarii kavita ni badh gami gai....

    ReplyDelete
  5. ખુબ જ સરસ રચના છે

    ReplyDelete