Monday, January 4, 2010

દરિયો છે જામ નો પણ અમલ નથી.

દાંડી જોઇને નિકળ્યા અમે તો,
છે નાવડી પણ હલેસાં નથી.
બુડવું હતું મારે પણ એમાં,
દરિયો છે જામ નો પણ અમલ નથી.

ખોજ છે કશું ખોવાયાની,રાતે
છે પુર્ણિમા પણ અજવાળી નથી.
નહાવું તું સફેદી માં મારે,
ચાંદો છે પણ ચાંદની નથી.

ખીલ્યુ રાતુ ફુલ બગીચે,
છે ડાળી પર તોડ્યું નથી.
માણવીતી ફોરમ મન ભરીને,
ફુલ છે તાજું પણ મહેંક નથી.

રંગત છે ભીડ ની બધે,
છે મહેફીલ પણ લોક નથી.
કહેવીતી મારી વાતો બધાંને,
ચર્ચાનુંય છે જોર પણ વાત નથી.

બધું છે કિસ્મતે પણ કશુંયે નથી,
છે વસવસો થોડોક પણ દુ:ખી નથી.
કહી તો શકાય શૂન્યમનસ્ક,
સુખ છે ઘણુ આમતો પણ સુખી નથી.

-$hy@m શૂન્યમનસ્ક
તા- ૩/૧/૧૦

9 comments:

  1. ખુબ જ સરસ!!!!
    "બધું છે કિસ્મતે પણ કશુંયે નથી,
    છે વસવસો થોડોક પણ દુઃખી નથી."
    આ ખુબ જ ગમ્યું.

    ReplyDelete
  2. બધું છે કિસ્મતે પણ કશુંયે નથી,
    છે વસવસો થોડોક પણ દુ:ખી નથી.
    a line gami mast che.. keep it
    ..............................
    http://zankar09.wordpress.com/
    rankar....
    http://shil1410.blogspot.com/
    ..............................

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. રંગત છે ભીડ ની બધે,
    છે મહેફીલ પણ લોક નથી.

    બધું છે કિસ્મતે પણ કશુંયે નથી,
    છે વસવસો થોડોક પણ દુ:ખી નથી.

    waah..shyaam bhai...
    say,snjog kyaarek kevaa virodhaa bhaasi doraha par rakhe che ne? aape saras rite varn karyu... :)

    ReplyDelete
  5. માણવીતી ફોરમ મન ભરીને,
    ફુલ છે તાજું પણ મહેંક નથી.

    પ્લાસ્ટીક નાં સુંઘવાનું બંધ કરી ને ઓરીજ્નલ સુંઘવાનું રાખવું સુગંધ પણ આવશે............jUST kIDDING...

    nICE wORDInG
    tHINK pOSITIVE

    ReplyDelete
  6. ખોજ છે કશું ખોવાયાની,રાતે
    છે પુર્ણિમા પણ અજવાળી નથી.
    નહાવું તું સફેદી માં મારે,
    ચાંદો છે પણ ચાંદની નથી.
    hmmm saras shabdoo.....

    ખીલ્યુ રાતુ ફુલ બગીચે,
    છે ડાળી પર તોડ્યું નથી.
    માણવીતી ફોરમ મન ભરીને,
    ફુલ છે તાજું પણ મહેંક નથી.
    hmmmmm touchi words..

    રંગત છે ભીડ ની બધે,
    છે મહેફીલ પણ લોક નથી.
    કહેવીતી મારી વાતો બધાંને,
    ચર્ચાનુંય છે જોર પણ વાત નથી.
    another nice line....


    બધું છે કિસ્મતે પણ કશુંયે નથી,
    છે વસવસો થોડોક પણ દુ:ખી નથી.
    કહી તો શકાય શૂન્યમનસ્ક,
    સુખ છે ઘણુ આમતો પણ સુખી નથી.
    vahhhhhhh aakhi poem saras pan aline bahu gami... maja avii

    ReplyDelete
  7. I like this whole poem, it's all word means a lot........

    ReplyDelete
  8. khooj che kashu khovaaya ni raate,
    che purnima pan ajvaala nathi...
    naahvutu safedi ma mare,
    chaando che pan chaandni nathi..

    waah ! sundar rachnaa..bhai...
    jeni paase je apekshaa hoy che te j nathi hotu tyaaj vaandho aave chhe.. :)

    ReplyDelete