Sunday, February 28, 2010

રંગો હજાર છે

રંગ વિહિન કહે છે પાણીને, ઢાળો તો એના પણ આકાર છે,
નામ નથી રંગનું ફક્ત, નહી તો એનાય રંગો હજાર છે.

ભરેલા છે હૈયા માં નેહ, અખૂટ એટલા વિચાર છે,
ખુલતા નથી અધરો ફક્ત, નહી તો વાતો હજાર છે.

નજર કરીયે જ્યાં જ્યાં પણ, નઝારા ગજબ સાક્ષાતકાર છે,
ટકતા નથી કાયમ ફકત, નહીં તો અજાયબ હજાર છે.

અંતરનું લખેલું કલમનામુ, બાકી અહીતો ગઝલોની ય બજાર છે,
મળતો નથી મથું છું લખવા એક જ ફક્ત, નહી તો શબ્દો હજાર છે.

બાંધી દીધી એક હેત ની દોરી, તમને હ્રદય સુધીનો આવકાર છે,
છટકવું નથી "શૂન્યમનસ્ક" ફક્ત, નહીં તો બહાનાં હજાર છે.

અધર = હોઠ

-શ્યામ શૂન્યમનસ્ક
તા-૨૮/૦૨/૦૯

6 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. "નજર કરીયે જ્યાં જ્યાં પણ, નઝારા ગજબ સાક્ષાતકાર છે,
    ટકતા નથી કાયમ ફકત, નહીં તો અજાયબ હજાર છે."

    "બાંધી દીધી એક હેત ની દોરી, તમને હ્રદય સુધીનો આવકાર છે,
    છટકવું નથી "શૂન્યમનસ્ક" ફક્ત, નહીં તો બહાનાં હજાર છે."

    વાહ શ્યામભાઈ વાહ ... અફલાતૂન!!!! ... આફરીન પોકારી જઈયે તેવી રચના છે!!!! બસ સતત આવું લખતા રહો તેવી શુભેચ્છા ...

    ReplyDelete
  3. shyam bhai tamari kavitaO vishe hu shu lakhu.....shabdo J nthi mari pashe....khub maja aavi gai.... aapna komal hathe aavi j kavitao lakhati rahe shubhecha....

    ReplyDelete
  4. jakks happy holi.
    shilpa..
    keep it.
    http://zankar09.wordpress.com/ મીંઠી તારી યાદને તું… read karo blog par

    ReplyDelete
  5. નજર કરીયે જ્યાં જ્યાં પણ, નઝારા ગજબ સાક્ષાતકાર છે,
    ટકતા નથી કાયમ ફકત, નહીં તો અજાયબ હજાર છે

    સાત અજુબાસાંભળ્યા છે
    હજાર ની તો ખબર નથી પણ તમે આઠમા અજાયબ .......હાહાહા

    ભરેલા છે હૈયા માં નેહ, અખૂટ એટલા વિચાર છે,
    ખુલતા નથી અધરો ફક્ત, નહી તો વાતો હજાર છે.
    બાંધી દીધી એક હેત ની દોરી, તમને હ્રદય સુધીનો આવકાર છે,
    છટકવું નથી "શૂન્યમનસ્ક" ફક્ત, નહીં તો બહાનાં હજાર છે.

    લાજવાબ.............

    ReplyDelete
  6. રંગ વિહિન કહે છે પાણીને, ઢાળો તો એના પણ આકાર છે,
    નામ નથી રંગનું ફક્ત, નહી તો એનાય રંગો હજાર છે.
    ha paani jevu jiva jivaani koshish kariye to kyarey,dokinaa thaiy.. :)

    બાંધી દીધી એક હેત ની દોરી, તમને હ્રદય સુધીનો આવકાર છે,
    છટકવું નથી "શૂન્યમનસ્ક" ફક્ત, નહીં તો બહાનાં હજાર છે.
    ko bandan aapn ne khud j bandhaav vaa gamata oy che.. :)
    bahuuj sundar rachna..
    aabne pankti mae khoob gai...

    ReplyDelete