મનની મીઠાશ નાં રંગો તો તમે પુર્યા
ચપટી ગુલાલ મારા પર નાંખશો તો ગમશે
મોઘમ વાત કાં કરો છો કાન માં
કહેશો કંઇક ખુલ્લેઆમ તો ગમશે
કેશુંડાય ખિલ્યા છે હવેતો તમે પણ
વધાવવા વસંત ને મહોરી ઉઠશો તો ગમશે
રમત તમે ભલે માનો પ્રિત ને
ખુશીમાં તમારી હારશું અમે રોજ તો ગમશે
વાંચી શાયરી ને વાહવાહ તો સહુ યે કરે "શ્યામ"
લખેલી ગઝલ ને ચુમી લેશો તો ગમશે
શ્યામ-શૂન્યમનસ્ક
તા ૦૧/૦૩/૧૦
ઘણી સરસ... તમે તો બધા રંગોને સમા્વી લીધા...
ReplyDelete"વાંચી શાયરી ને વાહવાહ તો સહુ યે કરે "શ્યામ"
લખેલી ગઝલ ને ચુમી ય લેશુ....."
આખીયે રચના ખુબ સુંદર
ReplyDeleteઅરે લા........જવાબ....!!!!
આ વખતે ધારણા કરતા કંઇ જુદી રચના
પણ નવો રંગ ખરેખર લાજવાબ
મોઘમ વાત કાં કરો છો કાન માં
ReplyDeleteકહેશો કંઇક ખુલ્લેઆમ તો ગમશે,
pan amuk vaato khaangeema j thaay ;)
ખુશીમાં તમારી હારશું અમે રોજ તો ગમશે..ha bhai,
koik haar jit thi vadhu sundar hoy che.. :)
લખેલી ગઝલ ને ચુમી લેશો તો ગમશે...hummm saras ha..
mane aap ni rachnaa khuub gami saral aane sundar bhaashamaa.. :)
વાહ શ્યામભાઈ વાહ ... ફરીથી એક વખત બેનમૂન રચના!!! .... આમ તો બધાં જ શેર એક-મેકથી ચડિયાતા છે પણ ... સૌથી વધારે દિલને સ્પર્શી ગયો હોય એવો શેર તો આ છે ....
ReplyDelete"વાંચી શાયરી ને વાહવાહ તો સહુ યે કરે "શ્યામ"
લખેલી ગઝલ ને ચુમી લેશો તો ગમશે"