Wednesday, July 29, 2009

"કારનામું" અમારું કોઇ ને પુછી તો જુઓ

નયન નાં પાપણ બંધ કરી તો જુઓ
ઉર માં એક નજર કરી તો જુઓ
મુકામ જ ત્યાં છે અમારો તો
"સરનામું" અમારું કોઇ ને પુછી તો જુઓ

રંગો હમેંશા શ્વેત-શ્યામ ઘુંટાયા જીવનમાં
રહે કેમ શ્વેતરંગ, શ્યામ શ્વેત માં ભળીને?
ઓઢાડવા લખ્યું છે શ્યામ-રંગી કફન
"વસિયતનામું" અમારું કોઇ ને પુછી તો જુઓ

ખુશી નો એહસાસ નથી હવે તો
કે ના રહી દર્દ ની વ્યથા પણ
અસ્તિત્વ બનાવી લીધું અમે તો "શૂન્યમનસ્ક"
"કારનામું" અમારું કોઇ ને પુછી તો જુઓ

$hY@m-શૂન્યમનસ્ક
તા ૧૪/૧૧/૦૮

2 comments:

  1. રંગો હમેંશા શ્વેત-શ્યામ ઘુંટાયા જીવનમાં
    રહે કેમ શ્વેતરંગ, શ્યામ શ્વેત માં ભળીને?
    ઓઢાડવા લખ્યું છે શ્યામ-રંગી કફન
    "વસિયતનામું" અમારું કોઇ ને પુછી તો જુઓ
    wow very nice keep it...
    shilpa

    ReplyDelete
  2. સૌથી સરસ! તમારી રચનાઓ ઘણી સારી છે...

    ReplyDelete