Monday, August 31, 2009

ઘડીક સમય નથી

એક પળ નો સબંધ, એવો પોતીકા જણો નો
હૈયાની કરવા વાત, ઘડીક સમય નથી.

ગોઠવાયો તખ્ત, એવો જીદંગીના નાટક નો
પાડવા પરદો એકવાર, ઘડીક સમય નથી

સાકી રંગ સંગતનો, જામ્યો એવો સરેઆમ નો
પીવા નજર નો જામ, ઘડીક સમય નથી

નભતા પ્રણય પળવાર, દંભ એવો મિજાજ નો
કરવા એક મુલાકાત, ઘડીક સમય નથી

ક્ષણભંગૂર જીદંગી, વીતે વખત એવો ઘટમાળ નો
જીવવા જીવતર ક્ષણવાર, ઘડીક સમય નથી

વહેતો રહે વણઅટકે, સમય એવો પળોજણ નો
જોવા ટકટકની સામે "શ્યામ" ઘડીક સમય નથી

$hyam-શૂન્યમનસ્ક
તા ૨૬/૦૭/૦૯

1 comment:

  1. ક્ષણભંગૂર જીદંગી, વીતે વખત એવો ઘટમાળ નો
    જીવવા જીવતર ક્ષણવાર, ઘડીક સમય નથી..

    samya mansa na jivan maa ketalo ferfaar kari shake che ne ?
    saras rachana..shyaam ji..

    ReplyDelete