Monday, August 8, 2011

ઢળતી સાંજે કરો ઢગલો ગઝલો નો



ઢળતી સાંજે કરો ઢગલો ગઝલો નો
મન ભરી ને કરો ખડકલો ફુલો નો

રીવાજ રાખો પ્રેમ તણો શું હું ને શું તમે?
કરો ખાતમો એ ઘસાયેલા ઉસુલો નો

અડીયલ છે રોગ આ ઓગાળો સુંગધી
કરો પુરબહાર છંટકાવ મધ ગુલો નો

પડતી રહેશે તો જ રાહબર મળશે
કરો સિલસિલો શરુ ફરીથી ભુલો નો

એકલ પંડ્યે, ઝાઝા મુંઝારા શ્યામ
મળો ભેળા ને કરો રસ્તો મંજીલો નો

- શ્યામ શૂન્યમનસ્ક (પ્રેરક - બાપુ અજીતસિંહજી રાઠોડ)
તા- ૦૭-૦૮-૧૧

4 comments:

  1. એકલ પંડ્યે, ઝાઝા મુંઝારા શ્યામ
    મળો ભેળા ને કરો રસ્તો મંજીલો નો
    - શ્યામ શૂન્યમનસ્ક - ek dam must vaat kahi shyam bhai thnx 4 tht..

    ReplyDelete
  2. very nice rachana shyambhai.......i used it in my 1 of the scrap........hope u dont mind......j s k..

    ReplyDelete
  3. એકલ પંડ્યે, ઝાઝા મુંઝારા શ્યામ ............................
    ઢળતી સાંજે કરો ઢગલો ગઝલો નો
    મન ભરી ને કરો ખડકલો ફુલો નો

    nice 1 superb

    ReplyDelete
  4. આભાર ..... પુનમ અને અનુપમા...!!

    અરે કલાવતીબેન આપ મારી રચના સહુ દોસ્તો ને મોકલો એ મારુ અહોભાગ્ય ....

    ReplyDelete