Thursday, September 30, 2010

આવે તુ મલવા તો ચેટલું હારું


મારા ગામડીયા મિજાજ માં વધુ એક રચના


શમણે હો કે ઉઘાડી આંખ્યે
રાત્યે ને દા’ડે તને જ ભારુ
ભરનિંદરે હવાર નાં પોરે
ખખડાવે બાયણું તો ચેટલું હારું.

ખોવાણો વસારે, સેતર ની ધારે,
તણયું ચ્યારડું ને ફાટ્યું બારું
માથે ભાત ને રુમઝુમ કરતી-ક,
વ્હેતી આવે તો ચેટલું હારું.

ઠાઠા ઠોયા ચેટલા કરશે?
કોરે કોરું દલડું તારું,
હામ્મું જો.! અવે ખાપે’ય કીધું
પલ્લે વરહાદે તો ચેટલું હારું.

બહુ બધ્ધુ ના હમજાય મુને,
કોમ ના કરે લમણું મારું,
હાવ હાદી વાત "શ્યામ" ની,
આવે તુ મલવા તો ચેટલું હારું.

(ખાપ=અરીસો,દર્પણ)

- ગામડીયો શ્યામ (શૂન્યમનસ્ક)
તા-૩૦/૦૯/૧૦

9 comments:

  1. શમણે હો કે ઉઘાડી આંખ્યે
    રાત્યે ને દા’ડે તને જ ભારુ
    ભરનિંદરે હવાર નાં પોરે
    ખખડાવે બાયણું તો ચેટલું હારું.
    vah vah....


    ખોવાણો વસારે, સેતર ની ધારે,
    તણયું ચ્યારડું ને ફાટ્યું બારું
    માથે ભાત ને રુમઝુમ કરતી-ક,
    વ્હેતી આવે તો ચેટલું હારું.
    aree bhai aama to same chita j upsi ave che.. mathe bhathu laine khetare jati stri.. khub saras..


    બહુ બધ્ધુ ના હમજાય મુને,
    કોમ ના કરે લમણું મારું,
    હાવ હાદી વાત "શ્યામ" ની,
    આવે તુ મલવા તો ચેટલું હારું.
    sache j .. mast ...... mijaj.

    ReplyDelete
  2. are chita ni jagya y chitra vanchjo plz..sry.

    ReplyDelete
  3. શ્યામભાઇ ખરેખર ખુબ સરસ રચના છે.હુ મારી લખેલ કેટલીક રચના ઓ મોક્લવા માગુ છુ,તમે મને સુચન કરસો તેમા ક્યા ભુલ છે?જય શ્રી ક્રિશ્ના.

    ReplyDelete
  4. Nice one shyam bhai.. absolutely wonderfull

    Thanks..

    ReplyDelete
  5. love ley scrap tamne ek var to malvu padse bhai shyam bhai

    ReplyDelete
  6. બહુ બધ્ધુ ના હમજાય મુને,
    કોમ ના કરે લમણું મારું,
    nice
    keep it up..
    *
    http://zankar09.wordpress.com/
    http://shil1410.blogspot.com/

    ReplyDelete
  7. હામ્મું જો.! અવે ખાપે’ય કીધું
    પલ્લે વરહાદે તો ચેટલું હારું.

    verry nice

    ReplyDelete
  8. બહુ બધ્ધુ ના હમજાય મુને,
    કોમ ના કરે લમણું મારું,
    હાવ હાદી વાત "શ્યામ" ની,
    આવે તુ મલવા તો ચેટલું હારું.
    humm :) bhai salar ne saras...!

    ReplyDelete
  9. પ્રિય શ્રીશ્યામભાઈ,

    ખૂબ સુંદર રચના,અભિનંદન.

    માર્કંડ દવે.

    ReplyDelete