Wednesday, December 4, 2013

खालीपन

अजीब है दौर, खालीपन-ए-शौकत-ए-शान खाली
दिल भी है खाली, और क्या केहने जबान खाली 

दिल कहां पत्थर है पत्थर, मार नजरों से हमें
चला ले तीर और, देख, सब तेरे निशान खाली.

इत्तेफाकन जीतते है, या कारनामे है किस्मती
लडती है जुजती है, एक  अकेली जान खाली

ये मेरा है वो मेरा है, लाखों है शख्स यहां तो
है क्या कोइ तेरा ? के है पुरा जहांन खाली?

रुतबा देखो कभी, ना-इश्क लाट-साहबों का 
बडे लगतें है, पर आलिशान मकान खाली.

तौर-तरीखो से दुर रहेते है हम, गझलों के
युं समख लो बस, ये अंदाज-ए-बयान खाली.

आते है तो फिर क्युं चले जाते है लौट के
दिखावा करते है, संमदर के उफान खाली. 

क्या है? चाहीये क्या कुछ तुझे शुन्यमनस्क?
कहा ना? मत हो मत हो श्याम परेशान खाली

-श्याम शून्यमनस्क 
ता ०४/१२/१३

Monday, October 28, 2013

યત્નો
પ્રયત્નો
અને કેટકેટલી
વિટંબણાઓ પછી
મળીતી તુ મને
તને મેળવવા મે
શુ શુ ન કર્યુ
અને તુ આવી ને
બસ એક જ પળ માં
આમ મને
દુનિયા ની સાઠમારી માં
એકલો
અટુલો
મુકી ને

અચાનક
ચાલી જાય
મારા દિલ નો પણ
તને વિચાર
સુધ્ધાં પણ ન આવ્યો
કે તારા ગયા પછી
મારા પર શું વીતશે ?
જીંદગી ભર તું સાથે
રહેશે એવી અપેક્ષાઓ પણ
નહોતી જ
બે જ ઘડી જ વધારે
એટલું તો હોય ને ?
મારા માટે ?
ખેર વધારે
દિલ નહીં દુખાવુ હવે
પણ હું હમેશાં તારી
ઇંતેજારી માં છું
પ્રિય પ્રયતમા ની જેમ
મારી પ્રીય "નવરાશ"
વહેલી આવજે
બસ એજ ......

--શ્યામ શૂન્યમનસ્ક

Sunday, September 22, 2013

હું જ "ખૂદ" જાણી શકીશ

ધાર-કીનાર નહી, મધદરિયેથી તાણી શકીશ?
રંગોજાસ માં અંધારી-કાળાશ માણી શકીશ ?

વારે વારે મને એમ ન પુછ કે "તું કોણ છે"
હું જ કહીશ જ્યારે હું જ "ખૂદ" જાણી શકીશ

-શ્યામ  શૂન્યમનસ્ક
૨૨/૦૯/૧૩

Thursday, September 19, 2013

એક કીરણ ફુટે તો સારું

ચાલ્યું બહુ લાંબુ, આ સ્વપ્ન હવે તૂટે તો સારું
શરુ કરવું ક્યાંથી, એ એકડા ફરી ઘુંટે તો સારું

ફુલ પણ અકળાયું છે ડાળે બેઠાં બેઠાં, બહુ થયું
શોભશુ ક્યાંક, મુરઝવા કરતા કો’ક ચુંટે તો સારું

યુગો વિત્યા જાણે અજવાળા નાં નજરો સામે
થંભ્યો નથીને સમય? રાત લાંબી ખૂટે તો સારું

જીંદગી આખી ભાગ-ઘમરોળ કરી જેઓ થકી
તેઓ જ તો કહે છે છેલ્લે, હવે આ છુટે તો સારું

અંધારુ-અંધાધુની લાગે છે, ચારે-કોર જો ને
પળ માટે ભલે, આશાનું એક કીરણ ફુટે તો સારું

- શ્યામ શૂન્યમનસ્ક
૧૯/૦૯/૧૩

Friday, March 29, 2013

ખર્ચા અને શોપિંગ

બનાવ્યુંતુ લિસ્ટ ભુલી જવાયું જો એમાં લવિંગ લખજે
હજી એક ઉમેરજે દાળ શાક વધારવાની હિંગ લખજે 

ઇડલી-સાંભાર જો ખાવું હો શનિવારની સાંજે 
તો કાઢ પેન અને સરગવાની શિંગ લખજે

રોજ વઢે છે સ્કુલ માં બબલી ને, યાદ આયુ જો
એને માથા માં નાખવા ની લાલ રિંગ લખજે 

ટબુડો રિસાયો છે કાલ નો, ભુલી જ જવાયું 
તુટ્ય઼ુ છે એનુ રમકડું યાદ રહે તો સ્પ્રીંગ લખજે

નકામુ ખરીદી ને તુ જ લાવે છે બધું મોંઘવારી માં
પછી મને જ વઢજે ને કે’જે ફરફરીયું તોતિંગ લખજે?

તને કાંઈ જ નથી પડી ઘરની, મારી બધી બચત છે
તો’યે તું મારા જ નામે ખર્ચા અને શોપિંગ લખજે

-શ્યામ શૂન્યમનસ્ક ૨૯/૦૩/૧૩

Tuesday, March 26, 2013

મુકતક

થોકડાં ના લખુ થોથાં ના ફકત તરંગો જ લખુ 
માણીલે રસ ને લુટે કામણ એ બે અંગો જ લખુ 

આખી ભલે તુ પાથરે મેઘધનુષી ચાદર કમાની
શબ્દ બે માં જ સમેટું હુ તો, ને "રંગો" જ લખુ

-શ્યામ શૂન્યમનસ્ક

સૌદર્યસભર, હ્રદયાચ્છાદિત
રંગોત્સવ મુબારક !!!