Friday, November 2, 2012

પ્રેમ શીખવાડો


મને ફુલો જેવી મંહેક શીખવાડો
પંખી જેવી ચહેક શીખવાડો

વાદળ, ઝાકળ, ઝરણ, નદી,
અકળ-વિકળ, નગર-ડગર શીખવાડો
ખડ-ખડ, સીસ્સ, કલ-કલ, બલ-બલ
ઘમ-ઘમ ઘુઘવતો સાગર  શીખવાડો

ધમ-ધમ ,ધડ-ધડ મેઘગાજ,
કેહર કેરો ધડામ-ધાઝ
સર-સર વ્હેતો સમીર સાઝ શીખવાડો

કંદરા-ચોટી,ખીણ-ખાઇ,
ઝાડ-જડ, કંચન-ખાક
રતી, રત્તિ, પાઇ પાઇ શીખવાડો

સુગમ, નિગમ રાગ-અરાગ
હેતે હસતી હઝલ  શીખવાડો
પદ્દ, ગદ્ગ, છંદ, અછંદ
ગમતી ઘેલી ગઝલ શીખવાડો

જ્ઞાન ભગતી સનેહ સોડમ
રાધા, નરસી, મીરાં-બાઇ શીખવાડો
એક રહ્યો એ એક જ આતમ
રામ-રહીમ ઇશ, સાંઇ શીખવાડો

જેમ શીખવાડો એમ શીખવાડો
આમ શીખવાડો તેમ શીખવાડો
મલ-મલ, મર-મર, ઝર-ઝર
મને  હર-હર તણો પ્રેમ શીખવાડો

-શ્યામ શૂન્યમનસ્ક
તા : ૦૨/૧૧/૧૨

2 comments:

  1. khgub saras kavya rachna che.
    khub gami.

    ReplyDelete
  2. જ્ઞાન ભગતી સનેહ સોડમ
    રાધા, નરસી, મીરાં-બાઇ શીખવાડો
    એક રહ્યો એ એક જ આતમ
    રામ-રહીમ ઇશ, સાંઇ શીખવાડો

    ReplyDelete