છે તડકો આમ તો, ને થોડી- થોડી છાંવ છે,
ધરબાયેલા છે ને ઉપર પણ થોડાક ભાવ છે.
કરી લે વાર ઉપરા ઉપરી છુટ થી, પણ !
ખોતર નહી અહીં તો બહુ ઉંડા-ઉંડા ઘાવ છે.
દરિયો છે લાગણી નો જોજનો ને મજધારે,
હલેસા વગરની, સપડાયેલી, તુટેલી નાવ છે.
અલગ પુરાણ છે આખુ આ સંહિતાઓ બહારનુ,
નહી સમજાય વૈદો ને, આ જીવલેણ તાવ છે.
તારો ને મારો સમજી ને રમતા જ રહો શ્યામ
જીવન આ અનોખી રમત, જાણે કોનો દાવ છે.
-શ્યામ શૂન્યમનસ્ક
તા ૨૨/૦૮/૧૨
કરી લે વાર ઉપરા ઉપરી છુટ થી, પણ !
ReplyDeleteખોતર નહી અહીં તો બહુ ઉંડા-ઉંડા ઘાવ છે.
-શ્યામ શૂન્યમનસ્ક - Aay haay... shyam bhai.. waah !
ખુબ આભાર પુનમ
ReplyDeleteતારો ને મારો સમજી ને રમતા જ રહો શ્યામ
ReplyDeleteજીવન આ અનોખી રમત, જાણે કોનો દાવ છે.
વાહ..!