Friday, November 2, 2012

પ્રેમ શીખવાડો


મને ફુલો જેવી મંહેક શીખવાડો
પંખી જેવી ચહેક શીખવાડો

વાદળ, ઝાકળ, ઝરણ, નદી,
અકળ-વિકળ, નગર-ડગર શીખવાડો
ખડ-ખડ, સીસ્સ, કલ-કલ, બલ-બલ
ઘમ-ઘમ ઘુઘવતો સાગર  શીખવાડો

ધમ-ધમ ,ધડ-ધડ મેઘગાજ,
કેહર કેરો ધડામ-ધાઝ
સર-સર વ્હેતો સમીર સાઝ શીખવાડો

કંદરા-ચોટી,ખીણ-ખાઇ,
ઝાડ-જડ, કંચન-ખાક
રતી, રત્તિ, પાઇ પાઇ શીખવાડો

સુગમ, નિગમ રાગ-અરાગ
હેતે હસતી હઝલ  શીખવાડો
પદ્દ, ગદ્ગ, છંદ, અછંદ
ગમતી ઘેલી ગઝલ શીખવાડો

જ્ઞાન ભગતી સનેહ સોડમ
રાધા, નરસી, મીરાં-બાઇ શીખવાડો
એક રહ્યો એ એક જ આતમ
રામ-રહીમ ઇશ, સાંઇ શીખવાડો

જેમ શીખવાડો એમ શીખવાડો
આમ શીખવાડો તેમ શીખવાડો
મલ-મલ, મર-મર, ઝર-ઝર
મને  હર-હર તણો પ્રેમ શીખવાડો

-શ્યામ શૂન્યમનસ્ક
તા : ૦૨/૧૧/૧૨

Wednesday, August 22, 2012

જાણે કોનો દાવ છે.


છે તડકો આમ તો, ને થોડી- થોડી છાંવ છે,
ધરબાયેલા છે ને ઉપર પણ થોડાક ભાવ છે.

કરી લે વાર ઉપરા ઉપરી છુટ થી, પણ !
ખોતર નહી અહીં તો બહુ ઉંડા-ઉંડા ઘાવ છે.

દરિયો છે લાગણી નો જોજનો ને મજધારે,
હલેસા વગરની, સપડાયેલી, તુટેલી નાવ છે.

અલગ પુરાણ છે આખુ આ સંહિતાઓ બહારનુ,
નહી સમજાય વૈદો ને, આ જીવલેણ તાવ છે.

તારો ને મારો સમજી ને રમતા જ રહો શ્યામ
જીવન આ અનોખી રમત, જાણે કોનો દાવ છે.

-શ્યામ શૂન્યમનસ્ક
તા ૨૨/૦૮/૧૨

Friday, July 27, 2012

ઓફલાઇન

વહેલી પરોઢથી 
મધરાત સુધી ની 
એક લાંબી 
ઘડીયાળ ના કાંટા સાથે 
કેટલાંયે લોકો સાથે 
વાત-ચીત નો દોર 
ટુંક માં - લંબાણ માં પતાવી 
પેટીયા ની ચિંતા 
ને તબિયત નું ધ્યાન રાખવા 
વ્યસ્ત જીંદગી ની દોટ, 
અધવચ્ચ 
ન ખોટકાય એની 
સતત રાખાતી તકેદારી ની 
વચ્ચે વીજળી ,બ્રોડબેન્ડ, ડીએસએલ 
સિગ્નલ ,કનેક્શન 
બધ્ધુ જ મને 
મળી જાય 
ત્યારે 
તું 
ઓફલાઇન !!!!! 


 -શ્યામ શુન્યમનસ્ક
 ૨૪/૦૭/૧૨

Thursday, March 22, 2012

એવુ નથી કે હવામાં કોઇ ચણતુ નથી !!


દિલ ની છે વાત કોઇ જાણતુ નથી
થયા અમે પાગલ કોઇ માનતુ નથી

નભ સુધીની બાંધી છે ઉંચી પાલખ
એવુ નથી કે હવામાં કોઇ ચણતુ નથી

વાર પર વાર છે ધીમાધીમા ને’ણ ના
શું છે મઝા? એક ઘા’એ કોઇ હણતુ નથી !

રત્તી રત્તી તોલાઇ ત્રાજવે વહેવાર ના
લાખો ના દિલ છે કોઇ ગણતુ નથી

છંદો ના’યે છંદ કરી નાખે ગઝલ અહી
સીધો છે મતલબ કોઇ "માણતું" નથી

-શ્યામ શૂન્યમનસ્ક
તા- ૨૨/૩/૧૨

Sunday, February 19, 2012

वाह-वाह फरमाते है !


इश्क है कि नझमों-गझलों की वो चाह फरमाते है !
धडकते शेरो लफ्ज पे कभी वो आह फरमाते है !

कहीं ये तहरीर पे झरीन-ए-खुश्बु तो नही,
की वो हर आल्फाज पे वाह-वाह फरमाते है !

अकसर पुछते है लोग खुतबा इस शस्ख का
उसके ही दिल में जनाब, पनाह फरमाते है !

मिलेंगी नहीं ये शख्शियत मुल्क-ए-चाह मे,
चाहत को तेरी जो वल्लाह फरमाते है !

जमानते इश्क ना पुछना कभी उन आशिको से,
जान-ए-खिदमत खुद की, गवाह फरमाते है !

-श्याम शून्यमन्स्क
ता-१९/०२/१२

खुतबा=address
तहरीर=writing, composition

नमस्ते दोस्तो , आज एक बार फिर उर्दु शब्दो का प्रयोग करते हुए कुछ लिखने की कोशिष की है
आपकी टीका-टीप्पणी मेरे मार्गदर्शक बनने मे सहायता करेंगे ये सोच आप के साथ शेयर कर रहा हुं
आपके प्रतिभाव की प्रतिक्षा मे आपका
श्याम

Friday, January 20, 2012

ફાકી દરદની આપી પણ ગળી ગયો.


વૈદ મને જાણે કેવો એક મળી ગયો
ફાકી દરદની આપી પણ ગળી ગયો

ભાળ્યા પંથે ખાધરા ને ધખારા
નો’તુ જવુ ન્યા પણ વળી ગયો

વિંધાણૂં હૈયું, શર સરખી આંખ્યેં
જીવતો જ જડ્યો પણ ઢળી ગયો

જાણીતા જણ ને જાણે-અજાણે
મળવું નો’તુ પણ મળી ગયો

ચહેરો ફુલોનો મહેંકતો જોઇ ને
અમલ નો’તો પણ ભળી ગયો

આગલો-પાછલો હશે "શ્યામ"
અબ જન્મારો પણ ફળી ગયો

-શ્યામ શૂન્યમનસ્ક
તા - ૨૦/૧/૧૨