Friday, August 20, 2010

ચોખવટ આટલી ના જોઇયે


રોજ સરીખા મળશું કે કાયમ, યાદ રાખવા એકબીજા ને
ના હું તને ભુલું ના તું મને, ચોખવટ આટલી ના જોઇયે

બાંધી તાતણો વિશ્વાસ તણો, જગ જીતાય વીંટાળી ને
એક ખેચેં તો બીજુ મુકે, ખેંચા-ખેંચ ના જોઇયે

શું કહું તને હું ને તું મને, નોખું ન રહે એમ ભેળવ ને !
"દોસ્ત" નામ છે તારું ને મારું, નામ સબંધના ના જોઇયે.

યાદ ના રહે મને કશું ને, તું’યે યાદ ના દેવડાવી ને,
ઉપરછ્લ્લા સબંધો રાખી, મહોરું ઔપચારીક ના જોઇયે.

બાંધેલા કાયમ છુટવા મથે, સાંકળીયે અડગ, અળગા રહીને,
હૈયાં ન હોય છુંટા-છવાયાં, બંધન આટલાં ના જોઇયે.

વિચારો નો ધોધ ક્યારેક, વહેતો જાય શબ્દો બની ને,
લખતા લખતા લખ્યું "શ્યામ", નામ કવી નું ના જોઇયે.

-શ્યામ શૂન્યમનસ્ક
તા - ૨૦/૦૮/૧૦

4 comments:

  1. sani ચોખવટ આટલી ના જોઇયે??

    http://zankar09.wordpress.com/
    http://shil1410.blogspot.com/

    ReplyDelete
  2. "મંઝીલ ગમે પછી ગમે તે રસ્તે માંડુ હું એકદમ ચાલવા...

    સંઘર્યું નથી કદી અમથું કશું મેં, મળે ને માંડુ હું આલવા...

    બસ કામ કરી જાણુ ને કોશિશ કરુ ઇરાદાને નિઃસ્વાર્થ રાખવા...

    પણ ભાંભરડા દેતી આ ભુખી ઇચ્છાઓના ધણ ને ધણ ક્યાં જઇને ચારવા???"

    -નિધિ

    ReplyDelete
  3. બાંધેલા કાયમ છુટવા મથે, સાંકળીયે અડગ, અળગા રહીને,
    હૈયાં ન હોય છુંટા-છવાયાં, બંધન આટલાં ના જોઇયે...
    waah bhai sundar rachna che.. :)

    ReplyDelete
  4. kahre khar shyambhai aatli chokhvat na joiye

    ReplyDelete