Saturday, July 3, 2010

રણઝણાટ વરસાદ

રામરાખ્યા ખેડૂ નાં ખંત નો ખણભણાટ
તપતા બેબાકળ દિલો ની ઠંડક નો વરસાદ... રણઝણાટ વરસાદ

બે-લગામ દોડી ને મળવાનો હણહણાટ
ધીખતી ધરા, નભ મિલન નો વરસાદ.... રણઝણાટ વરસાદ

હૈયે યુવાનડા ને મચતો એક સળવળાટ
હસતાં ખુશનુમા ખિલતા ચહેરાઓ નો વરસાદ... રણઝણાટ વરસાદ

"શ્યામ" ની કલમે થી વહેતો એક ઝણઝણાટ
ભીના, તરબોળ, નીતરતા શબ્દોનો વરસાદ..... રણઝણાટ વરસાદ

-શ્યામ શૂન્યમન્સ્ક
તા ૨/૦૭/૧૦

4 comments:

  1. wah .. sudar rachana...
    રામરાખ્યા ખેડૂ નાં ખંત નો ખણભણાટ
    તપતા બેબાકળ દિલો ની ઠંડક નો વરસાદ...
    keep it up...


    http://zankar09.wordpress.com/
    http://shil1410.blogspot.com/

    ReplyDelete
  2. "શ્યામ" ની કલમે થી વહેતો એક ઝણઝણાટ
    ભીના, તરબોળ, નીતરતા શબ્દોનો વરસાદ.....

    humm nice1..
    mane khub gami rchna..!

    ReplyDelete
  3. સમીરભાઈ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

    સમીરભાઈ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

    ReplyDelete
  4. ખુબ ખુબ આભાર રુપેન ભાઇ...

    ReplyDelete