Thursday, March 4, 2010

મન નો મસ્તરામ બની બેસું.


મળે જો હળવાશ બેધડક બનીને રંગીન ક્યારેક !
કદીક માણું ખુશી તો ઘડીક ગમગીન બની બેસું.

કવિ તો નથી આમ હું નિતરે શબ્દો ક્યારેક !
કદીક કાગળ પર ફરતી કલમ નો પ્રેમ બની બેસું.

શ્વેત હોય ધારા વિચાર તણી, સરતી ક્યારેક !
કદીક બને બે-લગામ ભરતી તો શ્યામ બની બેસું.

સાંકળ બંધ રાખુ મન ની દુભાય તો ક્યારેક !
કદીક વહાવી ખુશ્બો સરેઆમ બની બેસું.

મૃતક બની ને જીવતો હોઉ ક્યારેક !
કદીક નિહાળવા ઘટતી, જીવરામ બની બેસું.

મન છે આતો, માટી નો જીવ "શૂન્યમન્સ્ક" ક્યારેક !
કદીક "શ્યામ" મન નો મસ્તરામ બની બેસું.

શ્યામ-શૂન્યમનસ્ક
તા ૦૪/૦૩/૧૦

5 comments:

  1. કવિ તો નથી આમ હું નિતરે શબ્દો ક્યારેક !
    કદીક કાગળ પર ફરતી કલમ નો પ્રેમ બની બેસું.

    hmmm shabdo ne kalam no prem vah... saras shabdoo .. gamya

    શ્વેત હોય ધારા વિચાર તણી, સરતી ક્યારેક !vahh khub saras aasvet vichardhara ni kalpna..

    nice rachna...

    ReplyDelete
  2. કવિ તો નથી આમ હું નિતરે શબ્દો ક્યારેક !
    કદીક કાગળ પર ફરતી કલમ નો પ્રેમ બની બેસું.
    humm,sundar kagal par lakhela shbo dil ni bhasha hoy che..
    શ્વેત હોય ધારા વિચાર તણી, સરતી ક્યારેક !
    કદીક બને બે-લગામ ભરતી તો શ્યામ બની બેસું.
    waah ! kyaa baat he..good1...!shyaam bhai..!

    ReplyDelete
  3. કવિ તો નથી આમ હું નિતરે શબ્દો ક્યારેક !
    કદીક કાગળ પર ફરતી કલમ નો પ્રેમ બની બેસું

    સરસ સરસ કવીઓ પોતાને કવી માનવા કેમ તૈયાર નથી??
    ઓહ કલમ નો પ્રેમ નવો શબ્દ છે? વાહ વાહ શ્યામ શ્યામ

    મન છે આતો, માટી નો જીવ "શૂન્યમન્સ્ક" ક્યારેક !
    કદીક "શ્યામ" મન નો મસ્તરામ બની બેસું.

    શ્યામ મસ્તરામ જ સરસ છે લાજવાબ છે

    ReplyDelete
  4. jakkas
    મૃતક બની ને જીવતો હોઉ ક્યારેક !
    કદીક નિહાળવા ઘટતી, જીવરામ બની બેસું.


    http://zankar09.wordpress.com/
    http://shil1410.blogspot.com/

    * * *

    ReplyDelete