સ્નેહ સુગંધ નો સાગર છું હું, આવતું ને જતું વાદળ નથી,
ગુંજતું એકાંત છું, શાંત છું, કોલાહલ નથી, ખળભળ નથી.
તારા માનવા, ના-માનવાથી કશો ફર્ક નથી પડતો,
મને વ્હાલ છે, વ્હાલ ! તડકે મુકેલું ઝાકળ નથી.
હું એમ નથી કહેતો કે જીવી ના શકું તારા વગર
સંવેદના સ્નેહની છે, વ્યાકુળ નથી વિહવળ નથી.
કાપા છે, ચીરા પણ છે, લોહી તણા લથપથ કાળજે,
ઘુંટેલુ છે એમાં તારું નામ, કોરે-કોરો કાગળ નથી.
દોટ જુઓ આ દુનિયા ની, પણ જો હોય સ્વીકારની વાત,
શૂન્યમન ભલે રહ્યું શ્યામ, જમાનો આપણી આગળ નથી.
-શ્યામ શૂન્યમનસ્ક
૨૫/૧૨/૧૪

wah
ReplyDelete