Friday, March 29, 2013

ખર્ચા અને શોપિંગ

બનાવ્યુંતુ લિસ્ટ ભુલી જવાયું જો એમાં લવિંગ લખજે
હજી એક ઉમેરજે દાળ શાક વધારવાની હિંગ લખજે 

ઇડલી-સાંભાર જો ખાવું હો શનિવારની સાંજે 
તો કાઢ પેન અને સરગવાની શિંગ લખજે

રોજ વઢે છે સ્કુલ માં બબલી ને, યાદ આયુ જો
એને માથા માં નાખવા ની લાલ રિંગ લખજે 

ટબુડો રિસાયો છે કાલ નો, ભુલી જ જવાયું 
તુટ્ય઼ુ છે એનુ રમકડું યાદ રહે તો સ્પ્રીંગ લખજે

નકામુ ખરીદી ને તુ જ લાવે છે બધું મોંઘવારી માં
પછી મને જ વઢજે ને કે’જે ફરફરીયું તોતિંગ લખજે?

તને કાંઈ જ નથી પડી ઘરની, મારી બધી બચત છે
તો’યે તું મારા જ નામે ખર્ચા અને શોપિંગ લખજે

-શ્યામ શૂન્યમનસ્ક ૨૯/૦૩/૧૩

2 comments:

  1. નમસ્કાર!
    આપનો બ્લોગ ”શૂન્યમનસ્ક” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
    આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
    આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
    ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
    આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
    માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

    ReplyDelete
    Replies
    1. gujaratilexicon

      નમસ્તે મહોદય
      મારા બ્લોગ પર આપનુ હાર્દિક સ્વાગત છે

      ભગવદ્ગોમંડલ પહેલાંથી જ મારી સુચિ માં સમાવિષ્ટ છે અને આજે ગુજરાતીલેક્સિકોન ની ઉમેરણી કરેલ છે
      ખુબ આભાર

      Delete