Wednesday, October 14, 2009

આજે દિવાળી ની "રજા" છે.

ઝગમગ રંગીન બત્તીઓ
અને દિવડાં ઓ ની રોશની ની
વચ માં માવા મિષ્ટાન સાથે
ઉજવવા ની કોઇ ને દિવાળી ની "મઝા" છે

એક અંધારી ઓરડી માં નાનલું
સુકો રોટલો લઇ ને કહે "મા"
આજે જોડે કાંઇ કેમ નથી
"મા" એ કીધું બેટા
પેટીયું ના મલ્યુ
આજે દિવાળી ની "રજા" છે

-$hY@m-શૂન્યમનસ્ક
તા ૧૪/૧૦/૦૯

Thursday, October 1, 2009

કરમ નાં વધેલાં ઇ નોખા

અજબ ગજબ ની દુનિયા રંગ-ઢંગ ઇ નાં અનોખાં
દેખાડાનાં નોખાં ને દાંત ચાવી જાવા નાં નોખાં.

ચહેરા જુઓ તો જરા, દંભી દિસતાં ચોખે-ચોખાં
દા’ડે પેરવાનાં ધોળાં ને રાતનાં કાળાં નોખાં.

એજ નયણ નાં એજ આંસું નાં જો ને લેખાં-જોખાં
રોજ નિસરતાં દુખ નાં, કદિક નિસરે સુખ નાં નોખાં.

પ્રસંગ એક મરણ નો કોઇ કણસે રાતભર કોઇ ને આવે ઝોકાં
પહાડ દુ:ખ નાં કોઇ પર કોઇ ઉજવે અવસર છુટ નાં નોખાં.

વીતી જ્યંગી નામ કર્યા, કોઇ એ કર્યાં ભેળાં ખણખણીયાં ખોખાં
કામ નો લાગ્યા કાંઇ કર્યા "શ્યામ", કરમ નાં વધેલાં ઇ નોખાં.
(જ્યંગી=જીદંગી)

$hY@m-શૂન્યમનસ્ક
તા - ૦૧/૧૦/૦૯