Monday, September 7, 2009

વાવ્યો ફુલછોડ મિત્રતા રુપે


આજે પરમ મિત્ર મોટાભાઇ અરવિંદ પટેલ (ધી ડોન) નાં જન્મદિવસ પ્રસંગે
એક નાની કાવ્ય રચના ખાસ એમને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવા માટે


રુદિયાની ધરતી
નેહ નાં નીર
વાવ્યો ફુલછોડ મિત્રતા રુપે !

ખીલી ઉઠ્યાં
રંગારંગ ફુલો
મન માં મહેંક પવિત્રતા રુપે !

શત શાખા
કુપણ ભરેલી
વિસ્તરેલો વટ આત્મિયતા રુપે !

કિલ્લોલ ગજાવતું
સહુ ને ભીંજાવતું
વહેતું વહાલ સરિતા રુપે !

દિલ નાં ઉંડાણ થી
શબ્દો નાં પ્રાણ થી
અર્પણ એક ભેટ કવિતા રુપે !

$hY@m-શૂન્યમનસ્ક
તા-૦૬/૦૯/૦૯

Thursday, September 3, 2009

મને તો વ્હેમ પડે છે.

મુકતક

પારખાં પ્રારબ્ધ લે છે કે તું "પ્રભુ"
નમાવી શીશ ને બે હાથ જોડું

જવાબદાર જો તું જ નિકળ્યો
તો હું તને પણ નહીં છોડું

***

પડનારા તારા પ્રેમ માં પ્રભુ, કહીને "પ્રેમ-પ્રેમ" પડે છે
કરમફળનાં નેહ મળતા હશે કે? મને તો વ્હેમ પડે છે.

ઉંચે થી પડનારા અહીં હેમ-ખેમ પડે છે
નસીબ હશે કે બીજું કાંઇ? મને તો વ્હેમ પડે છે.

સાચવી ને ચાલનારા જગત માં એમ-નેમ પડે છે
નકલી હશે કે ભાંગેલા? મને તો વ્હેમ પડે છે.

ધાગા-દોરા કરીને’ય પગ કુંડાળા માં એમ-કેમ પડે છે?
ખોદ્યો હશે કોણે ખાડો? મને તો વ્હેમ પડે છે.

પડતાં તો પડે છે બુડવા, ભગતી માં જેમ-તેમ પડે છે
તરે’ય છે ને મરે’ય છે "શ્યામ" મને તો વ્હેમ પડે છે.

$hY@m-શૂન્યમનસ્ક
તા-૦૩/૦૯/૦૯