
હજી એક ઉમેરજે દાળ શાક વધારવાની હિંગ લખજે
ઇડલી-સાંભાર જો ખાવું હો શનિવારની સાંજે
તો કાઢ પેન અને સરગવાની શિંગ લખજે
રોજ વઢે છે સ્કુલ માં બબલી ને, યાદ આયુ જો
એને માથા માં નાખવા ની લાલ રિંગ લખજે
ટબુડો રિસાયો છે કાલ નો, ભુલી જ જવાયું
તુટ્ય઼ુ છે એનુ રમકડું યાદ રહે તો સ્પ્રીંગ લખજે
નકામુ ખરીદી ને તુ જ લાવે છે બધું મોંઘવારી માં
પછી મને જ વઢજે ને કે’જે ફરફરીયું તોતિંગ લખજે?
તને કાંઈ જ નથી પડી ઘરની, મારી બધી બચત છે
તો’યે તું મારા જ નામે ખર્ચા અને શોપિંગ લખજે
-શ્યામ શૂન્યમનસ્ક ૨૯/૦૩/૧૩