નકામી સમઝો તો નકામી, સમઝો તો કામ ની.
ચાલ ને કરીયે આજે પંચાત થોડી ગામ ની .
ભુખી છે ને ચુંથાયેલી, સુતી છે;ય ઉઘાડી,
લુંટો ભાઇ લુંટો, આ તો પરજા છે રામ ની.!
કુવા હવાડા ને દોરે ક્યાંક, વિષ તણે લટકતી
દબાયેલી ચીસો, કોઇએ સાંભળી આવામ ની ?
પાડો ઉઘાડા નચાવો જાણે મુન્ની ઝંડુ બામ ની
ફકત પડી છે જેમને ખુરશી ની કે દામ ની
લે.! ચકરાય છે નશો, ને માથુ’યે લથડે છે
પાણી જ પીધુ છે આ નથી અસર જામ ની !
લખો "શ્યામ" લખો કાફીયા ને રદ્દીફ માં લખો
ના’યે લખું લે.! અહીં પડી છે કોને નામ ની ?
-શ્યામ શૂન્યમનસ્ક
તા : ૧૬/૦૯/૧૧