શા’ને આવે સે મારા શમણાં માં ?
ઝપતી નથી આ તો ખસતી નથી
ભરાઇ સે પડી જો ને મારા લમણા માં ! શા’ને આવે સે મારા શમણાં માં !!
તું આવે શમણે એમાં મનેય બોલાવજે
મલકાતા હોઠોં થી સ્મિત એક આલજે
યાદે’ય બહુ આવે સે હમણા-હમણાં માં ! શા’ને આવે સે મારા શમણાં માં !!
લબાચો આ પરેમ નો ચ્યોં જઇ અટકશે?
વધશે વાત કે પસી અધવચ લટકશે?
હું પડ્યો કે તુ સે પડી મારી ભ્રમણા માં? શા’ને આવે સે મારા શમણાં માં !!
તું જો આવે સે તો યાદે મને’ય રાખજે
દલડા થી દુર નથી હાર્યે મને ભાખજે
શીદ ને રમે સે રોજ મારા રમણા માં? શા’ને આવે સે મારા શમણાં માં !!
હારાવોના નો એક વાવડ તો લખજે
હાશ વળે હૈયે ,એમાં એધોંણી મેલજે
ને’ણે ઝબકારા કદી ડાબા કદી જમણા માં ! શા’ને આવે સે મારા શમણાં માં !!
-$hyam-શૂન્યમનસ્ક (ગામડીયો)
તા- ૦૧-૦૫-૧૧